+

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ટાયર ફાટ્યું, 150 મુસાફરોનો જીવ અધ્ધર થઇ ગયો

(ફાઇલ ફોટો) એરપોર્ટ પર વિમાનનું ટાયર ફાટ્યું તમામ મુસાફરો સુરક્ષિત છે અમદાવાદઃ આજે સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 4 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ લેન્ડ થઇ ત્યારે તેનું ટાયર ફાટી ગયું હતુ, જેમ

(ફાઇલ ફોટો)

એરપોર્ટ પર વિમાનનું ટાયર ફાટ્યું

તમામ મુસાફરો સુરક્ષિત છે

અમદાવાદઃ આજે સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 4 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ લેન્ડ થઇ ત્યારે તેનું ટાયર ફાટી ગયું હતુ, જેમાં બેઠેલા 150 જેટલા મુસાફરો અને ક્રુ મેમ્બરનો જીવ અધ્ધર થઇ ગયો હતો, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી, ઇમરજન્સી રેસક્યું ટીમ તરત જ રન વે પર પહોંચી ગઇ હતી અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યાં હતા. જ્યારે પ્લેન અચાનક રન વે પર અટકી ગયું હતુ ત્યારે મુસાફરો ચિંતિત બન્યાં હતા.

રન વે પર લેન્ડિંગની સાથે જ બેંગલોરથી આવેલી ઇન્ડિગો ફ્લાઇટનું ટાયર ફાટ્યું હતુ. ત્યાર બાદ અહીં ટાયર બદલવાની કામગીરી કરાઇ હતી, આ ઘટના બાદ અન્ય ફ્લાઇટ પણ અટવાઇ ગઇ હતી. થોડા સમય માટે એરપોર્ટ તંત્રએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જો કે બાદમાં સ્થિતી સામાન્ય થઇ ગઇ હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter