+

અમદાવાદને ધૂળની ડમરીઓએ ઘેરી લીધું, અનેક જગ્યાએ થયું માવઠું

અમદાવાદઃ શહેરમાં સાંજના 5 વાગ્યના સમયે અચાનક જ વાવાઝોડાની સ્થિતિ ઉભી થઇ હતી, ધૂળની જોરદાર ડમરીઓએ જાણે શહેરને ઘેરી લીધું હતુ, અમદાવાદ શહેરના એસજી હાઇવે, થલતેજ, ઘાટલોડિયા, સોલા, ગોતા, વૈષ્ણોદેવી સર્કલ સ

અમદાવાદઃ શહેરમાં સાંજના 5 વાગ્યના સમયે અચાનક જ વાવાઝોડાની સ્થિતિ ઉભી થઇ હતી, ધૂળની જોરદાર ડમરીઓએ જાણે શહેરને ઘેરી લીધું હતુ, અમદાવાદ શહેરના એસજી હાઇવે, થલતેજ, ઘાટલોડિયા, સોલા, ગોતા, વૈષ્ણોદેવી સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી.

ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થયો છે, સાંજના સમયે આ વાતાવરણને કારણે લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકો ધુળને કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, ભાવનગર, અમરેલી, વલસાડ, કપરાડા સહિતના વિસ્તારોમાં પણ ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષોને નુકસાન થયું છે, આ સ્થિતિમાં કામ વગર બહાર ન નીકળવું જોઇએ. કારણ કે રસ્તાઓ પર વાહનો પણ દેખાતા નથી, લોકોએ સાવચેત થઇને બહાર જવું જોઇએ. રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter