અમદાવાદઃ ગુજરાતની 25 લોકસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ રાજકોટમાં મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. દરમિયાન રૂપાણીએ કહ્યું કે લોકશાહીની આ સૌથી મોટી ઉજવણી છે. ગુજરાતમાં મતદાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં બહાર આવી રહ્યાં છે. ગુજરાતની જનતાએ 2014, 2019માં ભાજપને મત આપ્યાં હતા અને આ વખતે પણ તેઓ અમારા પર વિશ્વાસ મુકશે.
રાજકોટ ખાતે લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું. pic.twitter.com/2UJeDawv8z
— Vijay Rupani (Modi Ka Parivar) (@vijayrupanibjp) May 7, 2024
ગુજરાતની જનતાને મોદીજીમાં પૂરો વિશ્વાસ છે. આ પીએમ મોદીજીની હેટ્રિક હશે. હવે જ્યારે સમય 400ને પાર કરી જશે, ત્યારે બીજો કોઈ મુદ્દો નથી, માત્ર વિકાસનો મુદ્દો છે. જનતા જાણે છે કે છેલ્લા 10 વર્ષમાં શું વિકાસ થયો છે. હું સમજું છું કે ક્ષત્રિય સમાજને દુઃખ થયું છે. પરંતુ દેશભક્તિ અને રાષ્ટ્રવાદ માટે તેઓ કમળનું બટન દબાવશે. ઈન્ડિયા ગઠબંધન અને ગાંધી પરિવાર પોતાના ફાયદા માટે બધું કરે છે અને આ સ્વાર્થી સ્વભાવના લોકો સત્ય જાણે છે.
આનંદીબેન પટેલે મતદાન કર્યું
ગુજરાતના પૂર્વ સીએમ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન કરવા પહોંચ્યાં હતા. તેમણે અમદાવાદના શીલજમાં અનુપમ પ્રાથમિક શાળામાં પોતાનો મત આપ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા પહોંચ્યાં હતા.
લોકસભા ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાત સહિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે ગુજરાત સહિત 19 રાજ્યોમાં ચૂંટણી પુરી થશે. ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજકોટમાં પરષોત્તમ રૂપાલા અને પોરબંદરના મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. ગુજરાતની 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે.
સુરતમાં ભાજપે પહેલા જ એક બેઠક કબ્જે કરી લીધી હતી, અહીં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર નામંજૂર થતાં અને અન્ય ઉમેદવારોના ઉમેદવારીપત્રો પાછા ખેંચાતા ભાજપના મુકેશ દલાલે બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રદેશ અધ્યક્ષ તથા નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી @CRPaatil એ આજે સુરત ખાતે મતાધિકારનો ઉપયોગ કરી સહ પરિવાર મતદાન કર્યું. pic.twitter.com/T1XdBuroht
— BJP Gujarat (@BJP4Gujarat) May 7, 2024
આજે લોકસભા ચૂંટણી અંતર્ગત શીલજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 7, 2024
આપ સૌ પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવી લોકતંત્રને વધુ સુદૃઢ બનાવવામાં યોગદાન આપશો. pic.twitter.com/19tr34X8o1