+

અમદાવાદ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના ASI એસીબીના સંકજામાં, આટલા રૂપિયાની લીધી હતી લાંચ

અમદાવાદઃ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના ASI એસીબીના સંકજામાં આવી ગયા છે. બંને પક્ષોનું સમાધાન કરાવવા માટે રૂપિયા 25 હજારની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી તેમના ભાગીદાર સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થઇ

અમદાવાદઃ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના ASI એસીબીના સંકજામાં આવી ગયા છે. બંને પક્ષોનું સમાધાન કરાવવા માટે રૂપિયા 25 હજારની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી તેમના ભાગીદાર સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થઇ હતી. તેમના ભાગીદાર વિરુદ્ધમાં એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, તે અરજીના કામે આરોપી મહિપતસિંહ તખ્તસિંહ બારડ, એ. એસ. આઈને બંને પક્ષોનું સમાધાન કરાવી ફરિયાદીના ભાગીદાર પાસેથી બાકી લેવાના થતાં પૈસાના બે ચેક અપાવેલા હતા.

આમ બંને પક્ષોને સમાધાન કરાવી ફરિયાદી પાસેથી શરૂઆતમાં 20 % લેખે લાંચની રકમની માંગણી કરેલ હતી અને રકઝકને અંતે 25,000 રૂપિયા આપવાના નક્કી કર્યાં હતા.પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કરતાં ફરીયાદને આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચના છટકા દરમિયાન આરોપી લાંચની રકમ ટેલોન હોમ એપ્લાંસિસ, ઉજાલા ચોકડી પાસે, સરખેજ બાવળા રોડ, સરખેજમાં સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. આરોપીને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ ઓફીસરઃ ડી બી મહેતા
પો.ઇન્સ. એ.સી.બી. ફિલ્ડ 3 (ઇન્ટ.) અમદાવાદ.

મદદનીશ અધિકારીઃ એસ. એન. બારોટ,
પો. ઇન્સ. એ. સી. બી. ફિલ્ડ 3 (ઇન્ટ.) અમદાવાદ

સુપરવિઝન ઓફીસરઃ કે.બી.ચૂડાસમા,
ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ 3 (ઇન્ટ.).અમદાવાદ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter