વિજય થલાપતિની રેલીમાં 10,000 લોકો આવવાનો અંદાજ હતો અને આવ્યાં 30,000 લોકો
ઓછી જગ્યામાં હજારોની સંખ્યામાં ભીડ ભેગી થતા થઇ દોડધામ
તમિલનાડુઃ કરુરમાં સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર વિજયની રેલીમાં દોડધામ મચી ગઇ હતી. રાજકીય પાર્ટી તમિલાગા વેત્ત્રી કઝાગમ(ટીવીકેના) પ્રમુખ અને ફિલ્મસ્ટાર વિજયની રાજકીય સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે અને અચાનક દોડધામ મચી ગઇ હતી, જેમાં અત્યાર સુધીમાં 39 લોકોનાં મોત થઇ ગયા છે અને અનેક લોકોનાં ઘાયલ થવાના અહેવાલ છે
આ દુર્ઘટના પર મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તપાસના આદેશ આપી દીધા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાના સંકેત આપ્યાં છે. આ દુર્ઘટનામાં નાના બાળકોનાં પણ મોત થઇ ગયા હોવાના અહેવાલ છે.
પોલીસે લોકોને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને સ્થિતી પર કાબૂ મેળવ્યો હતો, જો કે ત્યા સુધીમાં તો 39 જેટલા લોકોનાં મોત થઇ ગયા હતા.
VIDEO | TVK leader Vijay pauses speech in Karur, distributes water to people, arranges for ambulance for those in the crowd feeling suffocated.
— Press Trust of India (@PTI_News) September 27, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/uCBNuilCBZ