વિરમગામઃ ફરીયાદીની વિરુદ્ધમાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જમીન પ્રકરણ બાબતે અરજી કરી હતી. જે અરજીના કામે ફરિયાદીને નિવેદન લખાવવા બોલાવ્યાં હતા. ફરીયાદી વિરૂધ્ધમાં ગુનો દાખલ નહીં કરવા પેટે બાબુ શંકરભાઈ પરમાર, હોદ્દો, અ.હે.કોન્સ. વર્ગ -3, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.2,00,000 ની લાંચની માંગણી કરી હતી
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો, ફરીયાદને આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ બાબુ શંકરભાઈ પરમારને લાંચના નાણાં રિઝવાન મહંમદ રફીક મેમણ, હોદ્દો: હોમગાર્ડને આપી દેવા જણાવ્યું હતું. રિઝવાન મહંમદ રફીક મેમણ લાંચના નાણાં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. એસીબીએ બંને આરોપીઓને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપિંગ અધિકારીઃ એન.એન.જાદવ ,
પો.ઇન્સ. અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારીઃ કે.બી.ચૂડાસમા,
મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો