ખેડાઃ એસીબીએ વધુ એક ટ્રેપ કરી છે, પંકજકુમાર તખતસંગ મેર, હોદ્દો: અના. આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, નોકરી: લીંબાસી પોલીસ સ્ટેશન, તા. માતર, જી. ખેડા (વર્ગ-3) હાલ રહે. મોટા કલોદરા, ઠક્કર ફળીયું, તા. તારાપુર, જી. આણંદને રૂપિયા 40 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે.
ટ્રેપિંગનું સ્થળ: લીંબાસી- તારાપુર જાહેર રોડ ઉપર, તા. માતર, જી. ખેડા
ફરિયાદીની કંપનીમાં મજૂર કામ કરતા પર પ્રાંતિય વ્યક્તિનું રોડ અક્સ્માતમાં મોત થતા તે બાબતે લીંબાસી પોલીસ સ્ટેશનના પી.આઇ. પરપ્રાંતિયોની તપાસ માટે કંપનીમાં ગયા હતા અને ત્યાં હાજર પ્રરપ્રાંતિય વ્યક્તિઓને પોલીસ સ્ટેશન લઇ ગયેલા. તે સમયે ફરીયાદીને લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે આવી જવા જણાવ્યું હતુ.
ફરીયાદી પોલીસ સ્ટેશન ખાતે જતા પોલીસ કોન્સ્ટેબલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા માટે સાહેબે 60 હજાર રૂપિયાનો વ્યવહાર માંગ્યો છે તેમ કહ્યું હતુ, બાદમાં 40 હજાર રૂપિયા આપવાનું નક્કિ કરાયું હતુ, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી, જેને આધારે એસીબીની ટીમે આરોપીને લાંચ લેતા ઝડપી લીધો હતો.
ટ્રેપ કરનાર અધિકારીઃ જે. આઇ. પટેલ
પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એ.સી.બી. પો.સ્ટે., નડીયાદ તથા ટીમ
સુપરવિઝન અધિકારીઃ કે. બી. ચુડાસમા
મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ