વલસાડઃ ફરીયાદીએ વાપી ગ્રામ્ય મામલતદાર કચેરી, વાપી ખાતે દારપણાનો (સોલ્વન્સી) દાખલો કઢાવવા માટે અરજી કરી હતી. જેમાં આરોપી આશીષ નરેન્દ્રભાઇ પટેલ, ઉં.વ.29, (પ્રજાજન) લાયસન્સી પીટીશનર, મામલતદાર કચેરી, વાપીનો સંપર્ક કર્યો હતો. તેઓએ કહ્યું કે આ કામ માટે મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને રૂપિયા આપવા જ પડશે.
આશીષ નરેન્દ્રભાઇ પટેલે કરેલી કાર્યવાહીની કાયદેસરની ફી માત્ર 20 રૂપિયા જ હોય છે. તેમ છતાં મામલતદાર કચેરી વાપી ગ્રામ્યના અધિકારીઓ અને કર્મચારીઓનો પ્રભાવ ઉભો કરી તેઓના નામે સોલ્વન્સી દાખલો કઢાવવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.11,000 ની લાંચની માંગણી કરાઇ હતી.
લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી, જેને આધારે છટકાનું આયોજન કરીને વાપી તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડ ફલોર પર આરોપીએ પોતાના ટેબલ પાસે જ લાંચ લીધી અને એસીબીએ તેમને ઝડપી લીધા હતા.
ટ્રેપિંગ અધિકારી: જે.આર.ગામીત,
પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને એ.સી.બી. પો.સ્ટે.
તથા ટીમ
સુપર વિઝન અધિકારી: આર.આર.ચૌધરી,
મદદનિશ નિયામક, એ.સી.બી. સુરત એકમ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++