+

બનાસકાંઠામાં ACB ની ટ્રેપ: 15માં નાણા પંચના બિલ મંજૂર કરવા રૂ. 15 હજારની લાંચ લેતા તલાટી કમ મંત્રી ઝડપાયા

બનાસકાંઠાઃ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને રામપુરા (દામા) ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં છે. 15માં નાણા પંચ અંતર્ગત થયેલા વિકાસના કામોના બિલ મં

બનાસકાંઠાઃ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ સફળ ટ્રેપ ગોઠવીને રામપુરા (દામા) ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં છે. 15માં નાણા પંચ અંતર્ગત થયેલા વિકાસના કામોના બિલ મંજૂર કરવા માટે તલાટીએ ટકાવારી પેટે નાણાંની માંગણી કરી હતી.

ફરિયાદીએ રામપુરા ગામે 15માં નાણા પંચ હેઠળ વિકાસલક્ષી કામો કર્યા હતા. આ કામોના બિલો મંજૂર કરાવવા માટે આરોપી તલાટી કીર્તિ કુમાર પ્રજાપતિએ ગેરકાયદેસર રીતે 15000 રૂપિયાની લાંચ (ટકાવારી પેટે) માંગી હતી.

ફરિયાદીએ રામપુરા ગામે 15માં નાણા પંચ હેઠળ વિકાસલક્ષી કામો કર્યા હતા. આ કામોના બિલો મંજૂર કરાવવા માટે આરોપી તલાટી કીર્તિ કુમાર પ્રજાપતિએ ગેરકાયદેસર રીતે 15000 રૂપિયાની લાંચ (ટકાવારી પેટે) માંગી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે બનાસકાંઠા ACBનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. આજે રામપુરા ગ્રામ પંચાયત ખાતે આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. આરોપી પાસેથી લાંચના 15000 રૂપિયા પૂરેપૂરા રિકવર કરવામાં આવ્યાં છે.

ટ્રેપિંગ અધિકારી: એલ.એસ. ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર, બનાસકાંઠા ACB)

સુપરવિઝન અધિકારી: કે.એચ. ગોહિલ (મદદનીશ નિયામક, ACB બોર્ડર એકમ, ભૂજ)

ઇન્ચાર્જ અધિકારી: બલદેવસિંહ વાઘેલા (નાયબ નિયામક, ACB રાજકોટ એકમ) 

facebook twitter