+

પ.બંગાળ અને આસામમાં ભાજપની જોરદાર લહેર, તો કેરળમાં પણ ભાજપ પ્રથમ વખત આટલી બેઠકો જીત્યું

આસામમાં ભાજપે 45 બેઠક જીતી, 37 પર લીડ કેરળમાં કોંગ્રસ 58 બેઠક જીત્યું- 5માં આગળ, સીપીઆઈની 24 પર જીત પુડ્ડુચેરીમાં પણ NDAનો દમ, અત્યાર સુધીમાં 12 સીટ જીતી નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ભ

  • આસામમાં ભાજપે 45 બેઠક જીતી, 37 પર લીડ
  • કેરળમાં કોંગ્રસ 58 બેઠક જીત્યું- 5માં આગળ, સીપીઆઈની 24 પર જીત
  • પુડ્ડુચેરીમાં પણ NDAનો દમ, અત્યાર સુધીમાં 12 સીટ જીતી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રથમ વખત સત્તા મેળવવા જઈ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં 198 બેઠકો પર લીડ મળી ચુકી છે. ઉપરાંત, આસામમાં ભાજપ સતત ત્રીજી વખત સત્તા પર આવ્યી છે, એટલું જ નહીં, દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં ભાજપ લાંબા સમયથી પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ સફળતા મળી ન હતી. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં તેને થોડી આશા દેખાઈ રહી છે અને અત્યાર સુધીમાં તેના બે ઉમેદવારો જીતી ગયા છે.

આ ઉમેદવારોમાં એક વી. મુરલીધરન પણ છે, જેઓ કઝાકુટ્ટમ બેઠક પરથી સીપીએમના ઉમેદવાર કે. સુરેન્દ્રન સામે જીત્યા છે. તેમણે 18 રાઉન્ડ સુધી ચાલેલી મતગણતરીમાં 428 મતોથી વિજય મેળવ્યો છે. ઉપરાંત, નમોમ બેઠક પરથી પૂર્વ સાંસદ રાજીવ ચંદ્રશેખરે પણ જીત મેળવી છે. આમ, ભાજપે બંગાળ અને આસામ બાદ કેરળમાં નવી શરૂઆત કરી છે.

આસામમાં અગાઉ કરતા પણ મોટી જીત સાથે ભાજપ સતત ત્રીજી વખત સત્તા પર આવશે. આવું પ્રથમ વખત બનશે જ્યારે ભાજપને સતત ત્રીજી વાર સત્તા મળશે. આ ચૂંટણીમાં કેરળમાં પણ અનેક રેકોર્ડ બન્યાં છે. જેમાં મુસ્લિમ લીગના કોઈ મહિલા ઉમેદવાર પ્રથમ વખત વિધાનસભામાં પહોંચશે. કોઝીકોડની પેરમ્બરા બેઠક પરથી ફાતિમા થાલિયા વિજયી થયા છે.

આસામમાં કારમી હાર અને બંગાળમાં ખાતું પણ ન ખોલાવી શકનાર કોંગ્રેસ માટે કેરળથી રાહતના સમાચાર આવ્યાં છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું UDF 101 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કેરળમાં UDF એ 100નો આંકડો પાર કર્યો હોય તેવું આ પ્રથમ વખત છે.

કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે કેરળમાં કોંગ્રેસની જીત પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, કેરળમાં એન્ટી-ઈન્કમ્બન્સી હતી અને તેનો લાભ કોંગ્રેસને મળ્યો છે. જનતામાં પિનરાઈ વિજયન સરકારની કામગીરી પ્રત્યે રોષ હતો અને અમે તેને મતમાં પરિવર્તિત કરવામાં સફળતા મેળવી છે.

facebook twitter