ભાજપનો ખેસ પહેરો અને દારૂનો ખુલ્લેઆમ ધંધો કરો, કપડવંજમાં તાલુકા પંચાયતના સભ્યનો પુત્ર દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

06:15 PM Jun 21, 2026 | gujaratpost


કારમાંથી દારૂ અને બિયરની 2 હજાર 160 બોટલ મળી

ખેડાઃ થોડા સમય પહેલા એક કારનો અકસ્માત થયો હતો અને તે કારમાંથી દારૂની બોટલો ઝડપાઇ હતી, આ કાર એક નેતાની હતી પરંતુ આ મામલો આખો દબાવી દેવામાં આવ્યો હતો અને હવે ફરી એક વખતે કોઇ રાજકીય પાર્ટીના નેતાના પુત્રની કરતૂત સામે આવી છે.

કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સભ્ય મફતસિંહ ઝાલાના પુત્ર લિંકન ઝાલાને દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપી લેવાયો છે. SMCએ બાતમીને આધારે કપડવંજના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. અને શંકાસ્પદ સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર આવતા જ તેને રોકીને તપાસ કરી હતી. જેમાં મફતસિંહ ઝાલાના પુત્ર લિંકન ઝાલા અને તેના સાગરીત જીજ્ઞેશ ઝાલા પાસેથી વિદેશી દારૂ અને બિયરની 2 હજાર 160 બોટલ મળી આવી હતી.

Trending :

કુલ રૂપિયા 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત

દારૂ, કાર અને 5 મોબાઈલ સહિત કુલ રૂપિયા 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂની ખેપ માટે ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. લિંકન ઝાલા સહિત કુલ 8 આરોપી સામે ગુનો દાખલ કરાયો છે.