(Image Credit: PTI)
- અમદાવાદમાં 48થી વધુ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસ, રાજકોટમાં હજારો નાગરિકો જોડાયા
- યોગ એ જીવનભર આરોગ્યનું રક્ષણ કરતું મજબૂત કવચ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- શુદ્ધ ઓક્સિજન માટે સીએમનું જનતાને આહવાન: એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવા અપીલ
ગાંધીનગરઃ દેશ અને દુનિયાની સાથે સમગ્ર ગુજરાતભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના ખૂણે-ખૂણે નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કરીને વાતાવરણને યોગમય બનાવી દીધું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદનગર ગાર્ડન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારના આશરે 100 જેટલા નાગરિકો સાથે વહેલી સવારે યોગ કર્યા હતા. આ પ્રસંગે તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાx હતા. અમદાવાદ શહેરમાં અલગ-અલગ 48 થી વધુ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા હતા.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્ય કક્ષાના મુખ્ય મહોત્સવનું આયોજન ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરવામાં આવ્યું હતું. માણસાની સાયન્સ કોલેજના વિશાળ મેદાનમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિતિ આપી હતી અને નાગરિકો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો જોડાયા હતા.
सर्वे भवन्तु सुखिनः
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 21, 2026
सर्वे सन्तु निरामयाः
આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માણસાની પાવન ભૂમિ પર આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીમાં સામૂહિક યોગસાધના કરવાનો અવસર ખૂબ ઊર્જાદાયી રહ્યો.
આ વર્ષના યોગ દિવસની થીમ 'Yoga for Healthy Ageing' છે, જે યોગના માધ્યમથી જીવનભરની તંદુરસ્તીનો… pic.twitter.com/XzjMGMoj43
કાર્યક્રમને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, યોગ એ માત્ર એક દિવસ પૂરતો સીમિત રાખવાનો કાર્યક્રમ નથી, પરંતુ તેને પ્રત્યેક નાગરિકે પોતાની રોજિંદી જીવનશૈલીનો અનિવાર્ય હિસ્સો બનાવવો જોઈએ. યોગ એ માનવ સ્વાસ્થ્ય માટે એક સર્વગ્રાહી અભિગમ છે, જે જીવનભર આરોગ્યનું રક્ષણ કરતું એક મજબૂત કવચ પૂરું પાડે છે.
VIDEO | Union Home Minister Amit Shah performs Yoga on the occasion of the 12th International Day of Yoga in Ahmedabad.
— Press Trust of India (@PTI_News) June 21, 2026
(Source: Third Party) pic.twitter.com/JdCtwlffsn
તેમણે ઉમેર્યું કે યોગનો મુખ્ય આધાર પ્રાણ વાયુ એટલે કે શુદ્ધ ઓક્સિજન છે. આ શુદ્ધ હવા પૂરતી માત્રામાં મળી રહે તે માટે તેમણે રાજ્યભરમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વ્યાપક વૃક્ષારોપણ કરવા અને દરેક વિસ્તારમાં ઓક્સિજન વન તૈયાર કરવા માટે જનતાને આહવાન કર્યું હતું.
બીજી તરફ, રાજકોટના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અનેક નાગરિકોએ એકસાથે વિવિધ યોગ કરીને આ દિવસની શાનદાર ઉજવણી કરી હતી.
PHOTO | Union Home Minister Amit Shah participated in the International Yoga Day in Ahmedabad.
— Press Trust of India (@PTI_News) June 21, 2026
(Image Source: Third Party) pic.twitter.com/0EiI8fPBVX
x