+

50 વર્ષની ઉંમરે 30 વર્ષના દેખાઓઃ પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કરી આ વાત

કોલકાતામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો  મોદીએ તાડાસન, અર્ધચક્રાસન, ભદ્રાસન અને ત્રિકોણાસન કર્યા  આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં

  • કોલકાતામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો 
  • મોદીએ તાડાસન, અર્ધચક્રાસન, ભદ્રાસન અને ત્રિકોણાસન કર્યા 
  • આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સામૂહિક યોગ અભ્યાસ કરવામાં આવ્યો હતો 

કોલકાતાઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને માનવતાને જોડતું માધ્યમ ગણાવતા કહ્યું કે, આજે યોગ દુનિયાનો સૌથી મોટો સામુદાયિક ઉત્સવ બની ગયો છે. કોલકાતામાં આયોજિત 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યું કે, યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે માનવ આત્માની અભિવ્યક્તિ છે. તેમણે લોકોને યોગને માત્ર કોઈ ખાસ દિવસ પૂરતો સીમિત ન રાખવા અને તેને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરી હતી. દરમિયાન વડાપ્રધાને વધતી ઉંમરે પણ ફિટ અને ઉર્જાવાન રહેવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 21 જૂન, જે પૃથ્વીનો સૌથી લાંબો દિવસ હોય છે, તે હવે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે યોગ લોકોને, દેશોને અને સંસ્કૃતિઓને જોડવાનું કામ કરે છે. યોગ આજે દુનિયાનો સૌથી મોટો સામુદાયિક ઉત્સવ બની ગયો છે. તેમણે વિશ્વભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ આપતા કહ્યું કે, યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવાનું એક અસરકારક માધ્યમ છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તંદુરસ્તી માટે યોગ છે. આ વિષયનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, ઉંમર વધવાનો અર્થ એ ન હોવો જોઈએ કે માણસની ક્ષમતા ઘટી જાય. આપણો ધ્યેય એ હોવો જોઈએ કે આપણે 40 વર્ષની ઉંમરે 20 વર્ષની ઉંમર કરતાં વધુ લવચીક હોઈએ અને 50 વર્ષની ઉંમરે 30 વર્ષની ઉંમર જેટલા વધુ ઉર્જાવાન હોઈએ. વડાપ્રધાને ઉમેર્યું કે યોગ શરીરને તંદુરસ્ત બનાવે છે, ઉર્જાનું સ્તર ઊંચું રાખે છે અને તણાવમુક્ત જીવન જીવવામાં મદદ કરે છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, નિયમિત રીતે યોગ કરવાથી વ્યક્તિનું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. તેમણે કહ્યું કે યોગ તણાવ ઘટાડે છે અને ઘણી બીમારીઓને દૂર રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. વડાપ્રધાનના જણાવ્યાં અનુસાર, યોગ આપણને આપણા શરીર અને મનને સમજવાની શીખ આપે છે. તેમણે કહ્યું કે યોગનો નિયમિત અભ્યાસ વ્યક્તિને આજીવન શીખનાર બનાવે છે. તેનાથી માણસ પોતાના શરીર અને માનસિક સ્થિતિને વધુ સારી રીતે સમજી શકે છે.

Trending :
facebook twitter