+

મારે બ્યુટી પાર્લર જવું છે...લગ્નના છઠ્ઠા દિવસે દુલ્હન રૂપિયા 27 લાખ અને ઘરેણાં લઈને તેના પ્રેમી પાસેથી ભાગી ગઈ

(FILE PHOTO) વલસાડઃ અબ્રામા વિસ્તારમાં લગ્નના છઠ્ઠા દિવસે નવપરિણીતા તેના સાસરિયાઓ પાસેથી 27 લાખ રૂપિયા રોકડા અને રૂ.35 લાખની કિંમતના દાગીના લઇને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ફરિયાદ મળ્યાં બાદ પોલીસે મા

(FILE PHOTO)

વલસાડઃ અબ્રામા વિસ્તારમાં લગ્નના છઠ્ઠા દિવસે નવપરિણીતા તેના સાસરિયાઓ પાસેથી 27 લાખ રૂપિયા રોકડા અને રૂ.35 લાખની કિંમતના દાગીના લઇને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ફરિયાદ મળ્યાં બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

વલસાડના યુવકના લગ્ન મહારાષ્ટ્રના વિરારની યુવતી સાથે નક્કી થયા હતા. સગાઈ બાદ બંને વચ્ચે વાતચીતના અભાવે લગ્ન રદ્દ થવાની અણી પર હતા, પરંતુ પરિવારજનોની સમજાવટ બાદ 16મી ડિસેમ્બરે લગ્ન થયા હતા. લગ્નના પાંચ દિવસ બાદ 21 ડિસેમ્બરે દુલ્હન ભાગી ગઈ હતી.

યુવકનું કહેવું છે કે સગાઈ પછીથી છોકરીનું વર્તન શંકાસ્પદ હતું, કારણ કે તેણે તેની સાથે ફોન કે ચેટ પર વાત કરી ન હતી, પરંતુ તે મોડી રાત સુધી ઓનલાઈન રહેતી હતી. આ કારણે એક સમયે સગાઈ લગભગ તૂટવાની અણી પર હતી, પરંતુ પછી છોકરીના માતા-પિતાએ વરરાજાના માતા-પિતા સાથે વાત કરી અને તેમને સમજાવ્યા કે છોકરી કોઈની સાથે વાત નહીં કરે અને પછી પણ એવું જ થયું. જેના કારણે આ સંબંધ લગ્ન સુધી પહોંચ્યો અને 16 ડિસેમ્બરે રિવાજ મુજબ લગ્ન થયા હતા.  

છોકરીએ ખૂબ જ સારું વર્તન કર્યું, પરિવારનો વિશ્વાસ જીત્યો, જેના કારણે કોઈને શંકા ન ગઇ. લગ્ન હોવાથી ઘરમાં રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના પણ રાખવામાં આવ્યાં હતા. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, છોકરીના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી, તેથી છોકરાની આર્થિક સ્થિતિ સારી હોવાથી તેણે લગ્ન કરી લીધા અને યુવતીએ પરિવારનો વિશ્વાસ જીતી લીધો.  

પોલીસે જણાવ્યું કે 21 ડિસેમ્બરના રોજ નવપરિણીત મહિલાએ તેના પતિને કહ્યું હતુ કે મારે બ્યુટી પાર્લરમાં જવું છે. તમે મને ત્યાં ડ્રોપ કરો અને તેમાં 2-3 કલાક લાગશે. જ્યારે હું ફોન કરું ત્યારે મને લેવા આવજો. તે પછી તે સતત તેના પતિના મેસેજ દ્વારા સંપર્કમાં હતી, પરંતુ 3 કલાક પછી અચાનક તેનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો.

પતિને શંકા જતાં તે બ્યુટી પાર્લરમાં ગયો હતો ત્યા ખબર પડી કે તે બ્યુટી પાર્લરમાં તે ગઈ જ નથી. થોડા સમય પછી પત્નીએ તેના પતિને મેસેજ કર્યો કે તે તેના પ્રેમી ગોલુ સાથે ભાગી ગઇ છે. તેના પતિએ ઘરે આવીને સામાન તપાસ્યો તો તે રૂ. 27 લાખ રોકડા અને રૂ.35 લાખની કિંમતના દાગીના અને સામાન લઇ પ્રેમી સાથે ભાગી ગઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter