Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું

09:36 PM Apr 28, 2025 | gujaratpost

નોકરી મોટી અને લાંચ માત્ર 500 રૂપિયા.....એસીબીએ આ બાબુને ઝડપી લીધા

વડોદરાઃ એસીબીએ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટને 500 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. ACBની ટ્રેપમાં ઇન્કમટેક્સ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ નીતિશ બસીસ્ટનારાયણ ભારતી (ઉ.વ. 41) આવી ગયા છે, તેમને ઓફિસની લોબીમાં 500 રૂપિયાની લાંચ લીધી અને તરત જ એસીબીએ તેમને ઝડપી લીધા હતા.

ફરીયાદીને નવો ધંધો શરૂ કરવાનો હતો જેમાં આધાર કાર્ડમાં જે નામ- સરનામું હતું. તે મુજબ પાનકાર્ડમાં સુધારો કરવાનો હતો. તેમજ પાનકાર્ડમાં રહેણાંક સ્ટેટસમાં સુધારો કરવાનો હતો. જેથી આ સરકારી બાબુને તેમને થોડા દિવસ પહેલા જ લેખિતમાં અરજી આપી હતી. જેમાં કોઇને કોઇ નવા ડોક્યુમેન્ટ માંગીને ફરિયાદીને હેરાન કરવામાં આવી રહ્યાં હતા, જેથી કંટાળીને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

આ લાંચિયા અધિકારીએ આ સુધારો કરવા માટે એક જાર રૂપિયાની લાંચ માંગી હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ, જેમાં રૂપિયા 500 ની લાંચ લેતા અધિકારીને એસીબીએ લાંચની રકમ સાથે ઝડપી લીધા હતા.

 

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++