+

સામૂહિક આપઘાતનો પ્રયાસ, વડોદરામાં રૂ.6 કરોડનું દેવું જઈ જતાં પેટ્રોલ પંપના માલિકે પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી- Gujarat Post

પત્ની તથા 3 સંતાનોએ સાથે ઝેર પીધું ઊલટીઓ થવા લાગતાં પરિવાર હોસ્પિટલમાં દાખલ થયો વડોદરાઃ બગોદરાનો સામૂહિક આપઘાતનો કિસ્સો તાજો છે ત્યાં રાજ્યમાં આ પ્રકારની વધુ એક ઘટના બની છે. વડોદરાના ગોરવા

પત્ની તથા 3 સંતાનોએ સાથે ઝેર પીધું

ઊલટીઓ થવા લાગતાં પરિવાર હોસ્પિટલમાં દાખલ થયો

વડોદરાઃ બગોદરાનો સામૂહિક આપઘાતનો કિસ્સો તાજો છે ત્યાં રાજ્યમાં આ પ્રકારની વધુ એક ઘટના બની છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પંપના માલિકે પત્ની, બે દીકરા અને એક દીકરી સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાદમાં પરિવાર જાતે જ હોસ્પિટલમાં દાખલ થઈ જતા જીવ બચી ગયો હતો. રૂ.6 કરોડનું દેવું થઈ જતાં તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મળતી વિગતો પ્રમાણે. ગોરવા જલાનંદ ટાઉનશિપ નજીકની એક સોસાયટીમાં 52 વર્ષીય પતિ, 49 વર્ષની પત્ની, 23 વર્ષનો દીકરો, 17 વર્ષની દીકરી અને 5 વર્ષનો બીજો દીકરો રહે છે. આ પરિવારના સભ્યો બપોરે પોતાના ઘરે ભેગા થયા હતા. ચા-પાણી પીધા પછી કોઈ કારણસર તમામે ઝેરી દવા ગટગટાવી હતી. તેને કારણે તમામને ઊલટી થવા માંડી હતી. જેથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થયાં હતાં.

આપઘાતના પ્રયાસ વિશે પેટ્રોલ પંપના માલિકે જણાવ્યું કે, અમારી બેન્ક લોન ચાલે છે અને ખૂબ જ આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. પોલીસે જણાવ્યું કે, પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કરનારાનો જીઆઇડીસીમાં પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપ ચલાવવા માટે બેન્ક પાસેથી લોન લીધી હતી આ સિવાય સગા સંબંધીઓ પાસેથી પણ પૈસા લીધા હતા.

આત્મહત્યાનો પ્રયાસ કરનારી મહિલાએ જણાવ્યું કે મારા પતિ પેટ્રોલ પંપ ચલાવે છે. અમે બધાએ મળીને ઝેરી દવા પીધી છે. અમે બધાં પરિવારજનો એકસાથે જતાં રહીએ એ માટે એક સાથે દવા પીધી હતી. અમારા પરિવારમાં ખૂબ જ આર્થિક સંકડામણ છે. અમારી બેંક લોન ચાલે છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

facebook twitter