+

સુરત પૂર્વમાં આપના ડમી ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું, તો કેયુર રોકડિયાના ડમી ઉમેદવારનું ફોર્મ પણ ન ભરાયું- Gujarat Post News

(ઉમેદવારી ફોર્મ ભરતાં કેયુર રોકડિયા) સુરતઃ ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે મતદાન પહેલા જ સુરતમાં રાજકારણ ગરમાયું છે. સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ

(ઉમેદવારી ફોર્મ ભરતાં કેયુર રોકડિયા)

સુરતઃ ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે મતદાન પહેલા જ સુરતમાં રાજકારણ ગરમાયું છે. સુરત પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પાછું ખેંચ્યું હતું, જે બાદ તેના ડમી ઉમેદવારે પણ ફોર્મ પરત લઈ લીધું છે. તો વડોદરાના મેયર અને સયાજીગંજથી ચૂંટણી લડતાં ભાજપ નેતા કેયુર રોકડિયાના ડમી ઉમેદવાર ફોર્મ જ ભરી શક્યાં ન હતા.

મેયર કેયુર રોકડીયાને સયાજીગંજની ટીકીટ અપાઇ છે ત્યારે વિજય મુહૂર્તમાં ડમી ઉમેદવારનું ફોર્મ નહીં ભરાતા ભાજપમાં ચાલતી જૂથબંધી સામે આવી છે. ગુરુવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વડોદરા ભાજપમાંથી સયાજીગંજ વિધાનસભાના ઉમેદવાર કેયુર રોકડીયાના ડમી ઉમેદવારનું ફોર્મ ભરાયું નથી. ડમી ઉમેદવાર તરીકે પૂર્વ કાઉન્સીલર બિપીન પટેલને ફોર્મ ભરવાનું હતું. જેની જાણ તેમને એક દિવસ પહેલા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. 

જો કે ઉમેદવારી નોંધાવવાના દિવસે તેઓ સમયસર હાજર રહ્યાં ના હતા. કેયુર રોકડીયાએ 12.54 વાગ્યે ઉમેદવારી પત્ર ભર્યું હતું.  તેના 2 કલાક બાદ પણ ડમી ઉમેદવાર ફોર્મ ભરવા આવી શકયા ન હતા. આ અંગે તેમને કહ્યું કે તેઓ ટ્રાફીકને કારણે થોડા મોડા પહોંચ્યાં હોવાથી આ સ્થિતી ઉભી થઇ છે.

સુરત પૂર્વની બેઠક પર આપના ડમી ઉમેદવાર સલીમ મુલતાનીએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. હવે આ સીટ પર 14 ઉમેદવારો રહ્યાં છે, જેમાંથી 12 મુસ્લિમો છે.ભાજપે અહીંથી અરવિંદ રાણા અને કોંગ્રેસે અસલમ સાયકલવાલાને ટિકિટ આપી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter