+

વડોદરામાં ગટરના પાણીના વહેણમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર- Gujarat Post

બોથડ પદાર્થ મારીને મહિલાની હત્યા કરાઇ હત્યા બાદ લાશને ગટરના પાણીમાં ફેંકી દીધી પોલીસે તપાસ શરૂ કરી વડોદરાઃ પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલા કોતરમાંથી ગટરના પાણીના વહેણમાં અંદાજે 35

  • બોથડ પદાર્થ મારીને મહિલાની હત્યા કરાઇ
  • હત્યા બાદ લાશને ગટરના પાણીમાં ફેંકી દીધી
  • પોલીસે તપાસ શરૂ કરી

વડોદરાઃ પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલા કોતરમાંથી ગટરના પાણીના વહેણમાં અંદાજે 35 થી 40 વર્ષની એક અજાણી મહિલાની લાશ મળી છે, તેના બંને હાથ વાદળી રંગના કપડા વડે બાંધી દીધેલી હાલતમાં હતા.

આ અંગેની જાણ કરખડી ગામના નાગરિકે વડુ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગટરના પાણીના વહેણમાંથી અજાણી મહિલાની લાશ બહાર કાઢી હતી. આ મહિલાને ડાબી આંખની ઉપર અને નીચેના ભાગે તેમજ બંને પગના ઢીંચણથી નીચેના ભાગે કોઈ બોથડ પદાર્થ મારવામાં આવ્યો હતો. અને બાદમાં લાશ પાણીમાં નાખી દેવામાં આવી હતી.

આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અજાણી મહિલા કોણ છે તેની ઓળખ માટે તેમજ તેની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter