+

GST વિભાગે 98 કરોડ રૂપિયાની ટેક્સચોરી ઝડપી પાડી, આરોપીઓએ 500 કરોડ રૂપિયાના ખોટા ટ્રાન્જેક્શન કર્યાં- Gujarat Post News

અમદાવાદઃ ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડો પર લગામ લાવવા એજન્સીઓ સક્રિય થઇ ગઇ છે, ગુજરાત એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ અને સ્ટેટ જીએસટીના સંયુક્ત ઓપરેશનમાં અંદાજે 105 જગ્યાઓએ દરોડા કરવામાં આવ્યાં હતા, જેમાં 41 બો

અમદાવાદઃ ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડો પર લગામ લાવવા એજન્સીઓ સક્રિય થઇ ગઇ છે, ગુજરાત એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ અને સ્ટેટ જીએસટીના સંયુક્ત ઓપરેશનમાં અંદાજે 105 જગ્યાઓએ દરોડા કરવામાં આવ્યાં હતા, જેમાં 41 બોગસ પેઢીઓ ઝડપાઇ ગઇ છે, આ પેઢીઓમાં અંદાજે 500 કરોડ રૂપિયાના ખોટા બેંક ટ્રાન્જેક્શન ઝડપાયા છે, માત્ર કાગળ પર બિઝનેસ બતાવીને 98 કરોડ રૂપિયાની આઇટીસી પાસઓને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા 

અનેક મોટા માથાઓના નામો આવી શકે છે સામે 

બોગસ બિલિંગના આ કૌભાંડમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીધામ, રાજકોટ અને ભાવનગર સહિતના શહેરોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જીએસટી વિભાગ દ્વારા આ કૌભાંડમાં કેટલાક શખ્સોની અટકાયત કરવામાં આવી છે, અનેક જગ્યાએથી દસ્તાવેજો અને ડિઝિટલ સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જેની ઉંડી તપાસમાં કૌભાંડનો આંકડો વધવાની શક્યતા છે.

આ કૌભાંડી 41 બોગસ પેઢીઓ પાસેથી અનેક મોટી કંપનીઓએ બિલ લીધા છે, તેની તપાસ જરૂરી છે, જો તેની તપાસ નહીં થાય તો અનેક મોટા માથાઓ બચી જશે અને આવા કૌભાંડો આગળ પણ થતા રહેશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter