+

વડોદરામાં બની સુરત જેવી ઘટના, માતા-પિતાની નજર સામે જ મિત્રને મિત્રએ રહેંસી નાંખ્યો- Gujarat Post

(પ્રતિકાત્મક ફોટો) વડોદરાઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ મોટી હત્યાઓની સનસનીખેજ ઘટનાઓ બની છે. જેમાં પરિવારજનો કે નજીકના લોકોએ જ  ઘાતકી બન્યાં છે. સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી હતી, બીજો

(પ્રતિકાત્મક ફોટો)

વડોદરાઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ મોટી હત્યાઓની સનસનીખેજ ઘટનાઓ બની છે. જેમાં પરિવારજનો કે નજીકના લોકોએ જ  ઘાતકી બન્યાં છે. સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી હતી, બીજો કિસ્સો પણ આવો જ સુરતનો હતો. હવે વડોદરામાં પણ આવી ઘટના બની છે. નવાપુરામાં નાણાંકીય લેવડ- દેવડમાં મિત્રો વચ્ચે તકરાર થતા મિત્રેએ જ મિત્રને છાતી અને પેટમાં ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આરોપીએ મૃતકના માત- પિતાની નજર સામે જ તેમના પુત્રને રહેંસી નાંખ્યો હતો.

કૃષ્ણભવનની ચાલી પાછળ મંગળાવાસમાં રહેતા જ્યોત્સનાબેન રાજપૂતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જણાવ્યું કે, મારો દીકરો નીતિન મજૂરી કામ કરતો હતો, સાંજે ચાર વાગ્યે હું તથા મારા પતિ ધર્મેન્દ્રભાઇ તથા મારા જેઠ- જેઠાણી અને ભત્રીજી કૃષ્ણભવનની ચાલી પાસે રોડની બાજુમાં વાતો કરતા હતા. તે સમયે નજીકમાં બૂમાબૂમ થતા અમે ત્યાં દોડી ગયા હતા.

અમારા ફળિયાની પાછળ રહેતા હાર્દિક ઉર્ફે કપિલ બળદેવભાઇ મહેરિયાના હાથમાં ચપ્પુ હતું. મારા દીકરા નીતિનની ફેંટ પકડીને ગાળો બોલી તેના પેટ તથા છાતીમાં ચપ્પુના ઘા મારી કહ્યો હતો, અમે ડરી ગયા હતા અને નીતિનને બચાવવા દોડી ગયા હતા ગમે તેમ કરીને લોહીલુહાણ નીતિનને રિક્ષામાં બેસાડીને સયાજી હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા.પરંતુ તેનું મોત થઇ ગયું હતું. બનાવની જાણ થતા નવાપુરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હાથમાં ચપ્પુ લઇને ભાગતા કપિલ ઉર્ફે  હાર્દિકને પોલીસે દોડીને ઝડપી લીધો હતો, આરોપી તો પકડાઇ ગયો છે પરંતુ પોતાના પુત્રની હત્યાથી આખો પરિવાર હચમચી ગયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter