વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પી વી મુરજાણીએ લાયસન્સ ગનથી કર્યો આપઘાત, સ્યૂસાઇડ નોટમાં લખી આ વાત- Gujarat Post

10:05 PM Nov 10, 2024 | gujaratpost

1993માં વડોદરાના સુરસાગરમાં સર્જાયેલી બોટ દુર્ઘટના 22 મૃતકોના પરિવારજનોએ જાગૃત નાગરિક ગ્રાહક સંસ્થામાં ફરિયાદ કરી હતી

આ કેસ પી. વી. મુરજાણી લડ્યાં હતા. જેમાં દરેક વ્યક્તિના પરિવારને રૂ.10 લાખનું વળતર મળ્યું હતું

Latest Vadodara News: વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પી.વી. મુરજાણીએ પોતાન ઘરે તેમની લાયસન્સ ગનથી આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમા ચોંકાવનારી વાતો સામે આવી છે.

તેમની સાવકી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરને કારણે આપઘાત કર્યો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે, તેઓ  ઓફિસની પ્રોપર્ટી પડાવી લેવા પ્રેશર કરતા હતા તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.

કોમલ અને સંગીતા રહે છે તે સી-401, કાન્હા લક્ઝુરિયા સવિતા હોસ્પિટલ રોડ વાળા ઘરમાં અડધા પૈસા મે નાખ્યા છે એટલે દસ્તાવેજમા મારૂ નામ છે. તેના ઇએમઆઇ પ્રગતિ કો.ઓપ.બેંકમાં અત્યાર સુધી મેં જ ભર્યાં છે. ગઇકાલથી કોમલ અને એની માં કહે છે કે એનો પણ દસ્તાવેજ કોમલના નામે કરી આપો.

મને કહે કે આજે ને આજે તારી પત્નીને છોડી દે નહીં તો અમે તારા પર બળાત્કારની ફરિયાદ કરીશું, હું બે દિવસનો ટાઇમ લઇને જેમ તેમ ઘરે પહોંચ્યો તો કોમલની મા સંગીતાનો વોટ્સએપ પર મેસેજ આવ્યો- કોલ મી. પત્નીથી છુપાઇને જેમતેમ ઉપર જઇને મે સંગીતાને કોલ કર્યો તો એને દારૂ પિધેલી હાલતમાં મને બહુ ગાળો બોલી. મે ફોન કાપી નાખ્યો. પોલીસે હાલમાં તેમની સ્યૂસાઇડ નોટ જપ્ત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++