ચૂંટણીના ધમધમાટ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન ફરી આવ્યાં કોરોનાની ઝપેટમાં, રહેશે આઈસોલેશનમાં- Gujarat Post

08:45 PM Jul 18, 2024 | gujaratpost

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. લાસ વેગાસમાં યુનિડોસસ કોન્ફરન્સમાં તેમના ભાષણ પહેલા કોવિડ માટે તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમને ચેપ લાગ્યો હતો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિને કોવિડ સામે રસી આપવામાં આવી છે. તેઓ હળવા લક્ષણો દર્શાવે છે. તેઓ ડેલવેર પરત ફરશે. જ્યાં તેમને આઈસોલેટ કરવામાં આવશે.

પ્રેસ સેક્રેટરીએ એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન તેઓ તેમની તમામ ફરજો સંપૂર્ણ રીતે નિભાવતા રહેશે. વ્હાઇટ હાઉસ રાષ્ટ્રપતિની સ્થિતિ અંગે નિયમિત અપડેટ આપશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે બાઇડેનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા રહ્યાં છે. રાષ્ટ્રપતિને પેક્સલોવિડનો પ્રથમ ડોઝ મળ્યો છે. તે રેહોબોથમાં તેમના ઘરે આઇસોલેશનમાં રહેશે.

રાષ્ટ્રપતિના ડૉ. કેવિન ઓકોનરે કહ્યું કે બાઇડેનમાં બપોરે શ્વસન સંબંધી લક્ષણો જોવા મળ્યાં હતા. તે સામાન્ય અસ્વસ્થતા સાથે રાઇનોરિયા અને ઉધરસના લક્ષણો હતા. દિવસ દરમિયાન તેમના કાર્યક્રમ દરમિયાન તેઓ અસ્વસ્થતા અનુભવી રહ્યાં હતા. આ સમય દરમિયાન તેમનો કોવિડ-19 માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. આ દિવસોમાં અમેરિકામાં ચૂંટણીની ગતિવિધિઓ તેજ છે. બાઇડેન ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આવી સ્થિતિમાં, તેમના કોરોના સંક્રમિત હોવાનું ચૂંટણી પ્રચાર પર અસર કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526