ટ્રમ્પ પર ફાયરિંગ બાદ એલોન મસ્કનો મોટો ઘટસ્ફોટ, મારી પણ હત્યા કરવાના બે નિષ્ફળ પ્રયાસ થયા હતા

06:44 PM Jul 14, 2024 | gujaratpost

ઠાર કરાયેલો આરોપી પેન્સિલવેનિયાનો રહેવાસી

8 મહિના પહેલા મારી હત્યા કરવાનો પ્રયાસ થયો હતોઃ એલોન મસ્ક

વોશિંગ્ટનઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો નિષ્ફળ પ્રયાસ થયો છે, તેમને કાનના ભાગે ગોળી વાગી છે અને ફાયરિંગ કરનાર હુમલાખોરને ઠાર કરી નાખવામાં આવ્યો છે, ટ્રમ્પ હાલમાં સુરક્ષિત છે, દુનિયાભરમાં આ બનાવની નિંદા થઇ રહી છે, હવે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે પણ નવો ઘટસ્ફોટ કર્યો છે.

એલોને કહ્યું કે અમેરિકી સિક્રેટ સર્વિસ અહીં નિષ્ફળ રહી છે, તેના વડા સામે કાર્યવાહી થવી જોઇએ, એલોન મસ્કે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે અગાઉ 8 મહિના પહેલા મારી હત્યા કરવાના બે વખત નિષ્ફળ પ્રયાસ થઇ ચુક્યાં છે, એક વખત હુમલાખોરને ટેક્સાસમાં ટેસ્લા હેડક્વાર્ટરથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસે બંદુક હતી જે પોલીસે જપ્ત કરી હતી.

તેમને પહેલી જ વખત આ વાત દુનિયાને જણાવી છે. એલોન સ્પેસ એક્સ અને ટેસ્લા જેવી કંપનીઓ ચલાવે છે અને તેમના કારણે દુનિયામાં અનેક ક્રાંતિકારી ફેરફારો થયા છે. નોંધનિય છે કે એલોન મસ્કે અગાઉ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પનું સમર્થન કર્યું હતુ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526