UK Election: ગુરુવારે બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું અને હવે મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણોમાં લેબર પાર્ટીને જીત મળતી દેખાઈ રહી છે. સુનક ઘણા પાછળ છે. બ્રિટનના આગામી વડાપ્રધાન કીર સ્ટાર્મર હોય શકે છે, તેમની લેબર પાર્ટી સામાન્ય ચૂંટણીઓમાં જંગી બહુમતી જીતવા માટે તૈયાર છે, ગુરુવારે એક એક્ઝિટ પોલમાં સંકેત આપવામાં આવ્યો છે, જ્યારે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને ઐતિહાસિક નુકસાન સહન કરવાની આગાહી કરવામાં આવી છે. આનાથી 14 વર્ષ લાંબી કન્ઝર્વેટિવ સરકારનો અંત આવશે. 2016થી અત્યાર સુધી બ્રિટનમાં પાંચ અલગ-અલગ વડાપ્રધાનો જોવા મળ્યા છે.
મતગણતરી ચાલી રહી છે, આજે પરિણામ આવશે
ધ ગાર્ડિયનના સમાચાર અનુસાર 650 સીટોમાંથી લેબર પાર્ટીએ અત્યાર સુધી 14 સીટો જીતી છે, જ્યારે કન્ઝર્વેટિવ હજુ સુધી માત્ર 1 સીટ જીતવામાં સફળ રહી છે. જ્યારે લિબરલ ડેમોક્રેટ્સને માત્ર 1 સીટ મળી શકી છે.
એક્ઝિટ પોલનો અંદાજ શું છે ?
UK ચૂંટણી માટેના એક્ઝિટ પોલના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લેબર પાર્ટીની જંગી જીતની આગાહી કરવામાં આવી છે. લેબર પાર્ટી 410 સીટો જીતશે. કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 131 સીટો મળશે. લિબરલ ડેમોક્રેટ્સને 61 બેઠકો, રિફોર્મ યુકેને 13 બેઠકો અને ગ્રીન પાર્ટીને 2 બેઠકો મળવાની ધારણા છે.
સુનકની સત્તા લેબર પાર્ટી પાસે જવાના સંકેતો
ઓપિનિયન પોલમાં એવી પણ આગાહી કરવામાં આવી હતી કે વિપક્ષી લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે જીતવા જઈ રહી છે અને કન્ઝર્વેટિવ શાસનનો અંત આવશે. નવી સરકારની પસંદગી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ ચૂંટણી બ્રિટનનું ભવિષ્ય નક્કી કરશે નહીં પરંતુ વડાપ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકનું રાજકીય ભવિષ્ય પણ નક્કી કરશે.
અંતિમ પરિણામ ગમે તે હોય આ સ્થિતિ રાજકીય ઉથલપાથલ દર્શાવે છે, બ્રિટિશ ફ્યુચર થિંક ટેન્કના ડિરેક્ટર સુંદર કટવાલાએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે ખાસ કરીને બ્રિટિશ ભારતીય મતદારો માટે આ ચૂંટણી અન્ય મતદારોની જેમ છે. તેમની પાસે સરકારને જાળવી રાખવા અથવા દૂર કરવાનો વિકલ્પ છે અને કન્ઝર્વેટિવ સરકારના 14 વર્ષ પછી લોકોનો મૂડ જાળવી રાખવા કરતાં પરિવર્તનનું વધુ મહત્વ છે.
40 હજાર મતદાન મથકો પર મતદાન થયું હતું
બ્રિટનમાં મતદાન માટે 40 હજાર પોલિંગ બૂથ બનાવવામાં આવ્યાં હતા. પીએમ ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ રિચમંડ અને નોર્થલેર્ટન મતવિસ્તારમાં મતદાન કર્યું હતું.
લેબર પાર્ટી ફરી સત્તામાં આવવાનો દાવો કરે છે
બ્રિટનમાં લેબર અને કન્ઝર્વેટિવ પાર્ટી ઉપરાંત લિબરલ ડેમોક્રેટિક પાર્ટી, ગ્રીન પાર્ટી અને યુકે રિફોર્મ પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે. ઓપિનિયન પોલ અનુસાર લેબર પાર્ટીને બહુમતી મળી શકે છે. ઓપિનિયન પોલમાં ખુલાસો થયો છે કે લેબર પાર્ટી મોટી જીત માટે તૈયાર છે. તે 14 વર્ષ જૂની કન્ઝર્વેટિવ સરકારનો અંત કરીને સત્તા સંભાળી શકે છે. શુક્રવારે સવારે વડાપ્રધાનની 10 ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસની ચાવી કીર સ્ટાર્મરને સોંપવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/