+

મેક્સિકોમાં હાઈવે પર એક ટ્રકે અનેક વાહનોને અફડેટે લીધા, 2 બાળકો સહિત 9 લોકોનાં મોત

મેક્સિકોઃ પશ્ચિમ મેક્સિકોના જાલિસકો રાજ્યમા મોટો રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં બેકાબૂ બનેલો એક ટ્રક હાઈવે પર પાર્ક કરેલા અનેક વાહનો સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં 2 બાળકો સહિત 9 લોકોનાં

મેક્સિકોઃ પશ્ચિમ મેક્સિકોના જાલિસકો રાજ્યમા મોટો રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં બેકાબૂ બનેલો એક ટ્રક હાઈવે પર પાર્ક કરેલા અનેક વાહનો સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં 2 બાળકો સહિત 9 લોકોનાં મોત થયાં છે અને 10 લોકો ઘાયલ થયા છે.

જાલિસ્કોની નાગરિક સુરક્ષા એજન્સીના જણાવ્યાં અનુસાર, આ અકસ્માત ગ્વાડાલજારા અને ટેપિકને જોડતા હાઈવે પર હોસ્ટોટિપાક્વિલો શહેર નજીક થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે માલવાહક ટ્રક અને અન્ય ત્રણ વાહનોમાં આગ લાગી ગઈ હતી.

ટ્રેક્ટર- ટ્રેલર સહિતના અનેક વાહનો વચ્ચે થયેલી ટક્કરમાં 9 લોકોનાં મોત થયા છે. ઘાયલોમાં ચાર અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે, ઘાયલોમાં બે નેશનલ ગાર્ડ સભ્યોનો પણ સમાવેશ થાય છે.  જેમને ગંભીર હાલતમાં ગુઆડાલજારાની મેગ્ડાલેના હોસ્પિટલમાં ખસેડાયા છે.

facebook twitter