ભૂસ્ખલનથી આ દેશ હચમચી ગયો, આખું ગામ નાશ પામ્યું, 1000 લોકોનાં મોતનો અંદાજ

08:41 PM Sep 02, 2025 | gujaratpost

આફ્રિકાઃ સુદાનમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઇ છે. એપીના અહેવાલ મુજબ, સુદાનના પશ્ચિમી ક્ષેત્ર દારફુરમાં ભારે ભૂસ્ખલન થયું છે. આ દુર્ઘટનાને કારણે એક ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આ કુદરતી આફતમાં 1,000 લોકોના મોત થયાનો અંદાજ છે. 

ગામમાં રહેતા મોટાભાગના લોકોનાં મોત 

આ ભૂસ્ખલન દુર્ઘટના દારફુરના મરા પર્વતોમાં સ્થિત તારસિન ગામમાં બની હતી. આ ઘટનાને સુદાનમાં તાજેતરના સમયમાં સૌથી ભયાનક કુદરતી આપત્તિ તરીકે વર્ણવવામાં આવી રહી છે. આ વિસ્તારને નિયંત્રિત કરતા બળવાખોર જૂથ સુદાન લિબરેશન મુવમેન્ટ-આર્મીએ સોમવારે મોડી રાત્રે આ ઘટનાની માહિતી આપી હતી. ભૂસ્ખલનને કારણે ગામના તમામ લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટનામાં ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો.

આ ભૂસ્ખલનનું કારણ બન્યું

સુદાન લિબરેશન મુવમેન્ટ-આર્મીએ અહેવાલ આપ્યો કે ઓગસ્ટના અંતમાં ઘણા દિવસો સુધી ભારે વરસાદ પછી, રવિવાર, 31 ઓગસ્ટના રોજ મધ્ય ડાર્ફુરના મરા પર્વતોમાં આવેલા તારસિન ગામમાં એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. મૃત્યુઆંક એક હજારથી વધુ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++