બનાસકાંઠાઃ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી કાર્યવાહીમાં ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં નકલી ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો.મોડી રાત્રે દરોડામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને 39 લાખ રૂપિયાથી વધુની નકલી નોટો અને તેને બનાવવા માટે વપરાતા સાધનો જપ્ત કર્યા હતા. ડીસા તાલુકા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે અને મુખ્ય આરોપીની શોધ કરી રહી છે.
બનાસકાંઠામાં જ્યારે ક્રાઈમ બ્રાન્ચે એક ઘર પર દરોડા પાડ્યા ત્યારે ભોંયરામાં જે મળ્યું તે જોઈને પોલીસ દંગ રહી ગઈ. લાખો રૂપિયાની નોટોના બંડલ મળી આવ્યા હતા પરંતુ જ્યારે નોટોની તપાસ કરવામાં આવી ત્યારે મોટો ખુલાસો થયો હતો.
બનાસકાંઠામાં નકલી ચલણ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ભોંયરામાંથી 40 લાખ રૂપિયાની કિંમતની 500 રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવી છે. બનાસકાંઠાના એસપીએ જણાવ્યું હતું કે પોલીસ દરોડામાં ગેંગમાં સામેલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક હજુ પણ ફરાર છે.આ લોકો કેટલા સમયથી આ ગેંગ ચલાવી રહ્યા હતા? તે શું હતું? પોલીસ તેની મોડસ ઓપરેન્ડી તપાસી રહી છે.
તપાસમાં બહાર આવ્યું કે ફરાર સંજય સોની સમગ્ર કાંડનો માસ્ટર માઇન્ડ છે જ્યારે પકડાયેલો રાયમલ રીઢો ગુનેગાર છે. તેની સામે ખંડણી, પ્રોહિબીશન, મારામારી સહિત 16 ગુના દાખલ થયેલા છે અને તેને પાસામાં પણ ધકેલાયો હતો. પાસામાંથી બહાર નીકળ્યા બાદ તેણે સંજય સાથે મળીને નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. રાયમલની સાથે કૌશિક શ્રીમાળીની પણ ધરપકડ કરાઇ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/