+

ACB ની ટ્રેપમાં જી.આઈ.એસ.એફ ગાર્ડ ઝડપાયો, લાયસન્સ રીન્યુ કરવા માટે આટલા રૂપિયાની માંગણી કરી હતી

ગાંધીનગરઃ ફરિયાદીને લાયસન્સ રીન્યુ કરવાનું હોવાથી આરોપી અશોકભાઈ કચરાભાઈ સોલંકી હોદ્દો- જી.આઈ.એસ.એફ ગાર્ડ, આર.ટી.ઓ. કચેરી, ગાંધીનગરનો સંપર્ક કર્યો હતો. લાઇસન્સ રીન્યુ કરવા માટે આરોપીએ ફરિયાદી પાસે 1500

ગાંધીનગરઃ ફરિયાદીને લાયસન્સ રીન્યુ કરવાનું હોવાથી આરોપી અશોકભાઈ કચરાભાઈ સોલંકી હોદ્દો- જી.આઈ.એસ.એફ ગાર્ડ, આર.ટી.ઓ. કચેરી, ગાંધીનગરનો સંપર્ક કર્યો હતો. લાઇસન્સ રીન્યુ કરવા માટે આરોપીએ ફરિયાદી પાસે 1500 રૂપિયા લાંચની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં આરટીઓ કચેરી ગાંધીનગરમાં સ્વીકારતા પકડાઇ ગયો હતો.

ટ્રેપીંગ અધિકારી: એન. બી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.સી.બી. સ્ટાફ, ફિલ્ડ-2, ગુ.રા; અમદાવાદ. 

સુપર વિઝન અધિકારી: એન.એન.જાદવ, ઈ.ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-2 ગુ.રા; અમદાવાદ. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter