ખેડાઃ નડિયાદના 3 પોલીસ ઇન્સ્પેક્ટરોનો બબાલનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી.ચૌહાણ, યશવંત આર.ચૌહાણ વડતાલ પોલીસ મથકના અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનનો ચાર્જ ધરાવતા આર.કે.પરમારનો વીડિયો વાઇરલ થયો છે, આ લોકો ટેબલ પર બેઠા હતા અને કોઇ કારણસર અચાનક ઉભા થઇને ઝઘડવા લાગ્યા હતા, આ વીડિયો કંઇ તારીખનો છે તે સ્પષ્ટ થયું નથી. પરંતુ તેમાં ત્રણ પોલીસકર્મી અને અન્ય 3 લોકો દેખાઇ રહ્યાં છે.
પોલીસકર્મીઓ વચ્ચે કોઇ બાબતને લઇને થઇ બબાલ
ટેબલ પર કોઇ બોટલ દેખાઇ રહી છે
પોલીસકર્મીઓ નશામાં હોવાની ચર્ચાઓ
સિગારેટ હાથમાં પકડેલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર આ વીડિયોમાં જોઇ શકાય છે. અહીં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ આ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરાઇ છે. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.
આ મામલે ત્રણેય પોલીસકર્મીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરીને તપાસના આદેશ આપ્યાં છે, ડીવાયએસપી કક્ષાના અધિકારી આ કેસની તપાસ કરશે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો