+

અંબાલાલની આગાહી, ગુજરાતમાં આગામી બે દિવસ બાદ કડાકા ભડાકા સાથે વરસાદ થશે

અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે ખુશીના સમાચાર આપ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 જૂનના રોજ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મુંબઈ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વધ

અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે ખુશીના સમાચાર આપ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 જૂનના રોજ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મુંબઈ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે. હવે ગુજરાતમાં મેઘરાજાની સવારી બે થી ત્રણ દિવસમાં જ આવી જશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી બે દિવસ બાદ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે.

આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 

આગામી 26 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા-જુદા ભાગોમાં વીજળીના કડાકા સાથે વરસાદ અથવા હળવા ઝાપટાં પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં આગામી દિવસોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. 28 અને 29 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે. આ સિસ્ટમના ભેજવાળા પવનોને કારણે પૂર્વ મધ્ય પ્રદેશ અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. જેના લીધે મહીસાગર, વડોદરા અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

facebook twitter