+

ગીર સોમનાથમાં ACB એ પટાવાળાને રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપી લીધા

ગીર સોમનાથઃ ફરીયાદીએ મદદનીશ ચેરીટી કમિશનરની કચેરી, ગીર સોમનાથ ખાતે ટ્રસ્ટની નોંધણી કરવા માટે અરજી કરી હતી. જે મદદનીશ ચેરીટી કમિશનરની કચેરી, ગીર સોમનાથ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. ટ્રસ્ટ નોંધણીન

ગીર સોમનાથઃ ફરીયાદીએ મદદનીશ ચેરીટી કમિશનરની કચેરી, ગીર સોમનાથ ખાતે ટ્રસ્ટની નોંધણી કરવા માટે અરજી કરી હતી. જે મદદનીશ ચેરીટી કમિશનરની કચેરી, ગીર સોમનાથ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. ટ્રસ્ટ નોંધણીનું પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે આરોપી રાહુલભાઈ પુંજાભાઇ વંશ, ઉ.વ.32, પટાવાળા (કરાર આધારીત) એ રૂ.5000 ની લાંચની માગણી કરી હતી.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરીયાદ આપી હતી. જેને આધારે ગોઠવેલા લાંચના છટકામાં રાહુલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂ.5000 નવા બનતા ACB પોલીસ સ્ટેશન સામે, રોડ ઉપર, સ્વીકારી હતી અને તે ઝડપાઇ ગયા હતા.

 ટ્રેપીંગ અધિકારી: એ.ડી.વાળા, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન, ગીર સોમનાથ તથા એ.સી.બી.સ્ટાફ

 સુપરવિઝન અધિકારી: જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, I- C એ.સી.બી. જૂનાગઢ એકમ

 ઇન્ચાર્જ અધિકારી: બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી, રાજકોટ

facebook twitter