+

વેનેઝુએલામાં 7.2 અને 7.5 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ,10 હજારથી વધુ લોકોની શક્યતા

જાપાન અને અમેરિકાના કેલિફોર્નિયામાં પણ ભૂકંપ આવ્યો  કરાકસઃ વેનેઝુએલામાં થોડી જ મીનિટોમાં 7.2 અને 7.5 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યાં હતા, જેના કારણે મોટો વિનાશ થયો છે. એવ

જાપાન અને અમેરિકાના કેલિફોર્નિયામાં પણ ભૂકંપ આવ્યો 

કરાકસઃ વેનેઝુએલામાં થોડી જ મીનિટોમાં 7.2 અને 7.5 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યાં હતા, જેના કારણે મોટો વિનાશ થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 10,000 લોકો મોત થયા છે, અને દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, પહેલા ભૂકંપની તીવ્રતા 7.2 હતી અને થોડી મીનિટો પછી બીજો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 7.5 હતી, જેનું કેન્દ્રબિંદુ કેરેબિયન કિનારે મોરોન વસાહતથી લગભગ 28 કિલોમીટર પશ્ચિમમાં અને 13 કિલોમીટર ઊંડાઈએ હતું.

બુધવારે સાંજે, વેનેઝુએલામાં સતત બે મોટા ભૂકંપ આવ્યાં હતા, જેના કારણે રાજધાની કરાકસમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો કે પહેલા ભૂકંપનું કેન્દ્ર દેશના કેરેબિયન કિનારે મોરોન વિસ્તારની પશ્ચિમમાં હતું. કરાકસથી લગભગ 168 કિલોમીટર પશ્ચિમમાં હતું. ભૂકંપની ઊંડાઈ 13 કિલોમીટર હતી. યુએસજીએસે 7.5 ની તીવ્રતા સાથે વધુ મોટો ભૂકંપ આવ્યો. બીજા ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી, અને તેનું કેન્દ્ર મોરોનથી 16 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું.

યુએસ પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ પ્યુઅર્ટો રિકો અને વર્જિન ટાપુઓ પર સુનામીની ચેતવણી જારી કરી છે. ઘણા વીડિયો સામે આવ્યાં છે જેમાં લોકો ધ્રુજતી ઇમારતોમાંથી ભાગી રહ્યાં છે. આખી દિવાલો અને મકાનો ધરાશાયી થતા લોકો આઘાતમાં છે. રાજધાનીના બે વિસ્તારોમાં પણ ધૂળના વાદળો જોવા મળ્યા હતા - તે સ્થળો જ્યાં સામાન્ય રીતે રેસ્ટોરાં અને અન્ય વ્યવસાયો ધમધમતા હોય છે.

ગૃહમંત્રી ડિઓસડાડો કાબેલોએ જણાવ્યું કે ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમણે કારાકાસના અલ્તામિરા વિસ્તારમાં ચિંતાજનક પરિસ્થિતિની જાણ કરી હતી, જ્યાં ઘર અને ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. તેમણે લોકોને બહાર રહેવા વિનંતી કરી હતી, કારણ કે ભૂકંપ પછીના આંચકા કેટલાક માળખાઓને વધુ નુકસાન પહોંચાડી શકે છે. ભૂકંપમાં કેટલાક લોકો ઘાયલ થયા છે.

પ્રારંભિક ભૂકંપ પછી 20 થી વધુ આફ્ટરશોક્સ અનુભવાયા છે, જેના કારણે માળખાકીય નુકસાન અને બચાવ કામગીરીમાં અવરોધ આવવાની ચિંતા વધી છે. યુએસજીએસે ચેતવણી આપી હતી કે વધારે જાનહાનિ અને વધારે નુકસાનની સંભાવના છે. આ આપત્તિ વિશાળ વિસ્તારને અસર કરી શકે છે. પ્રાથમિક અંદાજ સૂચવે છે કે મૃત્યુઆંક 10,000 થી વધુ હોય શકે છે.

 

facebook twitter