ગુજરાતમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર, 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે

08:24 PM Jul 03, 2024 | gujaratpost

ગાંધીનગરઃ રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવશે. આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

પ્રેસ કોન્સફરન્સ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે TET-1 અને TET-2 ઉમેદવારો અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયો અનુસાર TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.

વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526