જમ્મુ કાશ્મીરઃ ભારતીય સેનાને આજે મોટી સફળતા મળી છે, જમ્મુ-કાશ્મીરમાં ગુરેજ સેક્ટરમાં બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચાને ઠાર કરી દેવાયો છે, આ આતંકવાદીએ 100 થી વધુ આતંકીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવી હતી.
બાગુ ખાનને હ્યુમન જીપીએસ તરીકે ઓળખવામાં આવતો હતો અને છેલ્લા ઘણા સમયથી તે સક્રિય હતો. આ વખતે તે આતંકીઓને ઘૂસણખોરી કરાવી રહ્યો હતો ત્યારે જ સેનાએ તેને અને એક અન્ય આતંકવાદીને ઠાર કર્યો હતો.
બાગુ ખાન વર્ષોથી પીઓકેમાં રહેતો હતો અને આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરતો હતો. તેની પાસે સરહદી વિસ્તારોની, પહાડો, નદીઓ અને ગુપ્ત રસ્તાઓની માહિતી હોવાથી તે આતંકીઓને ભારતમાં ઘૂસાડતો હતો. તે હિઝબુલ કમાન્ડર હતો અને ભારત વિરોધી ષડયંત્રોમાં સામેલ હતો. જો કે આ વખતે ભારતીય સેનાએ તેને ઠાર કરીને આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે.