દુબઇઃ જ્યારે પણ ભારત અને પાકિસ્તાન ટકરાય છે, ત્યારે ચર્ચાનો અંત નથી હોતો. અને જો મેચ એશિયા કપ ફાઇનલ હોય, તો તે હેડલાઇન્સમાં આવશે જ. દુબઈમાં રમાયેલી એશિયા કપ 2025 ની ટાઇટલ મેચમાં, ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું છે. ભારતીય ખેલાડીઓએ મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ મેચ પછી યોજાયેલા ટ્રોફી સમારોહથી સમગ્ર ક્રિકેટ જગત ચોંકી ગયું છે.
ભારતીય ખેલાડીઓએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના વડા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેના કારણે મેચ પછીની રજૂઆત લગભગ બે કલાક સુધી મોડી પડી હતી. નકવીએ ભારતીય ટીમની ધીરજપૂર્વક રાહ જોઈ હતી, પણ સ્ટેજ પર કોઈ ખેલાડી દેખાયો નહીં. નકવી રાહ જોતા રહ્યાં અને પછી કોઈ ટ્રોફી ડ્રેસિંગ રૂમમાં લઈ ગયું. મેચ પૂરી થયાના એક કલાક પછી પણ પાકિસ્તાની ટીમ ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવી ન હતી. પીસીબીના વડા નકવી એકલા ઊભા હતા, તેમને શરમનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પાકિસ્તાની ટીમ બહાર આવી, ત્યારે ભારતીય ચાહકોએ ભારત, ભારત ! ના નારા લગાવ્યાં હતા.
ટીમ ઈન્ડિયાએ જોરદાર ઉજવણી કરી
મેચ પછી પણ ભારતીય ખેલાડીઓએ તેમની ઉજવણીને ધીમી ન થવા દીધી. ખેલાડીએ મેદાન પર જોરદાર નાચગાન કર્યું અને જીતનો ભરપૂર આનંદ માણ્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે ભારતીય ખેલાડીઓએ ન તો પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યાં કે ન તો મોહસીન નકવી સાથે કોઈ ઔપચારિકતા નિહાળી. આ વલણ પહેલાથી જ સ્પષ્ટ હતું. કારણ કે ટુર્નામેન્ટ દરમિયાન અગાઉ બે વખત, ટીમ ઈન્ડિયાએ ભારત-પાકિસ્તાન મેચ પછી વિરોધી ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. જોકે , ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને વધુ એક એશિયા કપ ટાઇટલ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. બીજી બાજુ, પાકિસ્તાની ટીમને માત્ર હારનો સામનો કરવો પડ્યો નહીં પરંતુ ટ્રોફી સમારંભમાં ભારે શરમનો સામનો કરવો પડ્યો હતો.
Suryakumar Yadav recreates Rohit Sharma’s iconic 2024 T20 World Cup celebration after Asia Cup win.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++