સુરતઃ એક જ પરિવારના ચાર લોકોનાં મોતના સમાચાર સામે આવતા સનસની ફેલાઇ ગઇ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રાજહંસ રેસીડેન્સીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતાં. મૃતકોની ઓળખ જસુબેન કેશુભાઈ વાઢેર, હીરાભાઇ રત્નાભાઈ મેવાડા, ગૌરી હીરાભાઈ મેવાડા અને શાંતા નાનજીભાઈ વાઢેર તરીકે થઈ છે, તમામની ઉંમર 55 વર્ષ અને તેથી વધુ છે.
ઘટનાની જાણ થતા જહાંગીરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાજહંસ રેસીડેન્સીમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષ મૃત હાલતમાં મળી આવ્યાં હતા. જેમા મૃતકોમાં જશુબેન મકાન માલિક અને બે તેમની બહેનો અને બનેવી હતા. જશુબેનને ઓપરેશન કરાવ્યું હોવાથી તેમની ખબર કાઢવા માટે ભાવનગરથી આવ્યં હતા. રાત્રે જમ્યાં બાદ બધા સાથે સૂઇ ગયા હતા. પહેલા માળે રહેતા તેમના છોકરાએ આવીને સવારે ચેક કર્યું તો બધાના મોત થયા હતા. જ્યારે ગેસ ગીઝર ચાલુ હતું. જેથી પોલીસ ગૂગળામણ અંગે તપાસ કરી રહી છે.
મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી
મૃત્યું પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે પરિવાર પર દેવું હતું, જેના કારણે આ ઘટના બની છે, પરંતુ મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે. કેસની તપાસ ચાલી રહી છે.
ગુજરાતમાં દરરોજ આવી ઘટનાઓ બનતી રહે છે, તાજેતરમાં જ પંચમહાલ જિલ્લાના સિમલિયા ગામમાં એક પાંચ વર્ષની બાળકી સહિત ત્રણ બાળકીઓ કૂવામાં પડી જતાં ડૂબી ગયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. સગીર લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં પોલીસે ઘટનાની જાણ કરતાં સગીરનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526