+

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ગેસ પુરવઠા માટે નવી ગાઈડલાઈન જાહેર

PNG-LPG બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં સરેન્ડર કરવું પડશે પરિવાર દીઠ 5 લિટર કેરોસીન અપાશે હોસ્પિટલોને 100 ટકા જ્યારે હોટલ-રેસ્ટોરન્ટને માત્ર 10 ટકા LPG જથ્થો મળશે ગાંધીનગર: ર

  • PNG-LPG બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં સરેન્ડર કરવું પડશે
  • પરિવાર દીઠ 5 લિટર કેરોસીન અપાશે
  • હોસ્પિટલોને 100 ટકા જ્યારે હોટલ-રેસ્ટોરન્ટને માત્ર 10 ટકા LPG જથ્થો મળશે

ગાંધીનગર: રાજ્યમાં ઇંધણ અને ગેસના પુરવઠાની સ્થિતિને લઇને સરકાર દ્વારા કેટલાક કડક અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. અંદાજપત્ર 2026-27 અંતર્ગત યોજાયેલી પત્રકાર પરિષદમાં અધિક મુખ્ય સચિવ મોના ખંધારે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં ઘરેલું LPGનો પૂરતો સ્ટોક છે, પરંતુ કોમર્શિયલ વપરાશ માટે હવે નવી પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે.

સરકારે વિવિધ ક્ષેત્રો માટે ગેસના જથ્થાની ફાળવણી નીચે મુજબ નક્કી કરી છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ સંપૂર્ણ જથ્થો મળતો રહેશે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ, એરલાઇન અને રેલ્વે કેન્ટીનને 70 ટકા જથ્થો અપાશે. હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ એકમોને હવે માત્ર 10 ટકા જથ્થો જ ફાળવવામાં આવશે. છેલ્લા 1 વર્ષથી કાર્યરત ભોજન આપતી સંસ્થાઓને છેલ્લા 6 મહિનાના વપરાશના આધારે 10 ટકા મર્યાદામાં જથ્થો મળશે.

જે ગ્રાહકો પાસે LPG અને PNG બંને કનેક્શન છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવું ફરજિયાત છે. સરકાર અત્યારે તમામ વપરાશકર્તાઓને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) માં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને વેગ આપી રહી છે. જ્યાં PNG નેટવર્ક ઉપલબ્ધ નથી, માત્ર ત્યાં જ કોમર્શિયલ LPG રીફિલની ફાળવણી કરવામાં આવશે.

સામાન્ય નાગરિકોને ઘરેલું વપરાશમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર કેન્દ્ર સાથે સતત સંપર્કમાં છે અને બફર સ્ટોકમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

facebook twitter