+

સુરતમાં પોલીસ વાહન પર હુમલો, સ્થિત કાબૂમાં લેવા 4 ટિયર ગેસના સેલ છોડાયો

સુરતઃ પીપોદરા જીઆઈજીસીમાં કામદારોના હોબાળાને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસ પર ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. સ્થિતિને કાબુમાં લેવા પોલીસ દ્વારા 4 ટિયર ગેસ ના સેલ છોડાયા છે. ઘટનામાં ચ

સુરતઃ પીપોદરા જીઆઈજીસીમાં કામદારોના હોબાળાને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસ પર ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. સ્થિતિને કાબુમાં લેવા પોલીસ દ્વારા 4 ટિયર ગેસ ના સેલ છોડાયા છે. ઘટનામાં ચાર જેટલી પોલીસની ગાડીઓના કાચ તૂટ્યાં છે. ગઈકાલે મિલ માલિકો દ્વારા એક કામદારને માર મારવામાં આવ્યો હતો, જેને લઈ સવારથી કામદારો હોબાળો કરી રહ્યાં છે.

માંગરોળના પીપોદરાની જીઆઇડીસીમાં કામદારો અને મિલ માલિકો વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. કામદારોનો દાવો છે કે, મિલ માલિકે કામદારને માર માર્યો હતો, કામદારો અને મિલ માલિક વચ્ચે પાળી બદલાય ત્યારે રજાઓની માંગ કરવામાં આવી રહી હતી, જે પછી મામલો બિચક્યો અને બંન્ને જૂથો વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે પોલીસ પણ અહીં પહોંચી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter