કોલ સેન્ટરમાંથી આંતરરાષ્ટ્રીય પોર્ન વીડિયો ડાઉનલોડ કરીને તેના પેકેજ બનાવવામાં આવતા હતા
મોબાઇલ અથવા OTT પ્લેટફોર્મમાંથી જો કોઈ વ્યક્તિ આ પ્રકારના કન્ટેન્ટ શોધે તો તેમના ડેટાના આધારે કોલ સેન્ટર તરફથી સીધા ફોન કરવામાં આવતો હતો
સુરતઃ શહેરમાં એક પરફ્યૂમ કંપનીની આડમાં ચાલતા આંતરરાષ્ટ્રીય પોર્ન સબ્સ્ક્રિપ્શન કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગુપ્ત માહિતીને આધારે કાર્યવાહી કરાતા પરફ્યૂમના નામે ચાલતા પોર્ન સબ્સ્ક્રિપ્શનના રેકેટનો ખુલાસો થયો હતો.અલગ-અલગ પેકેજના નામે પોર્ન વીડિયો વેચવામાં આવતા હતા. 150થી વધુ સ્ટાફ અને ખાસ મહિલા કોલર્સનો ઉપયોગ પેકેજ વેચવા માટે કરવામાં આવતો હતો.
આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર અને કંપનીનો માલિક જૈમીન હોવાનું સામે આવ્યું છે, જેને પોતાના ગળા ઉપર યોદ્ધા ટેટૂ લખાવેલું છે. પોલીસે જૈમીન સહિત કુલ 8 આરોપીઓને ધરપકડ કરી હતી. જૈમીને ટી.એમ. પર્ફ્યુમ નામે જે કંપની ઉભી કરી હતી તેમાં પોર્ન વીડિયોનું સબ્સ્ક્રિપ્શન પેકેજ આપવાની વ્યવસ્થા હતી.
40થી વધુ મહિલા કર્મચારીઓ એવી હતી. જે લોકોના મોબાઇલ નંબર પર સીધા કોલ કરીને પેકેજ ઓફર કરતી હતી. આ પેકેજ પોર્ન વીડિયો માટે આપવામાં આવતું હતું. એકવાર પેકેજ લઇ લીધા પછી, ફરીથી 10-15 દિવસ પછી ગ્રાહકોને કોલ કરીને નવા પેકેજ અને નવા વીડિયોની વાત કરવામાં આવતી હતી. જેથી ગ્રાહકો વારંવાર સબ્સ્ક્રાઇબ કરે. જેઓને ગ્રાહકો સાથે પેકેજ અંગે વાતચીત કરવા માટે ખાસ તાલીમ અપાઈ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/