અકસ્માતમાં બંને યુવકોનાં મોત થયા
બંને યુવકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા
ખેડાઃ ધોળકા-ખેડા હાઈવે પર ભયંકર અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે. ડમ્પરે બાઈક ચાલકને ટક્કર મારતા યુવકો નીચે પટકાયા હતા. જેમાં બંન્નેના ઘટના સ્થળે જ મોત થયા હતા.પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ધોળકા-ખેડા માર્ગ પર ડમ્પરે બાઈકને ટક્કર મારતા 2 યુવકો ડમ્પર નીચે કચડાયા હતા. મૃતકોની ઓળખ અનમોલ શુક્લા અને સાદાબ મુસ્લિમ તરીકે થઇ છે. પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બન્ને યુવકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/