લખનઉઃ એડીજે કોર્ટે સીરિયલ કિલર રામ નિરંજન ઉર્ફે રાજા કોલંદરને આજીવન કેદની સજા ફટકારી છે. રાજા કોલંદરના સાથી વક્ષરાજને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બંનેને વર્ષ 2000 માં થયેલા બેવડા હત્યાકાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યાં હતા. રાજા કોલંદર સામે 20 થી વધુ હત્યાના કેસ નોંધાયેલા છે.
હત્યા કર્યા પછી મગજ કાઢીને સૂપ બનાવતો હતો
જ્યારે રાજા કોલંદરની ધરપકડ કરવામાં આવી, ત્યારે પ્રયાગરાજમાં તેંના પિગરી ફાર્મ હાઉસમાંથી મોટી સંખ્યામાં હાડપિંજર અને માનવ માથા મળી આવ્યા હતા. કોલંદર પર તાંત્રિક હોવાનો અને ખોપરીઓમાંથી સૂપ બનાવીને પીવાનો આરોપ છે. એવું કહેવાય છે કે તે લોકોને મારતો હતો, પછી તે શરીરને અનેક ટુકડાઓમાં કાપી નાખતો અને શરીરના ટુકડા અલગથી ફેંકી દેતો હતો, પણ તે શરીરનું માથું પોતાની સાથે લઈ જતો હતો. આ પછી, તે મગજ કાઢીને સૂપ બનાવીને પી તો હતો.
સોમવારે કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યાં હતા
આ પહેલા, સોમવારે, ન્યાયાધીશ રોહિત સિંહની કોર્ટે રાજા કોલંદર અને વક્ષરાજ કોલને નાકા વિસ્તારમાં 22 વર્ષીય મનોજ કુમાર સિંહ અને તેના ડ્રાઇવર રવિ શ્રીવાસ્તવના અપહરણ અને હત્યામાં સંડોવણી બદલ દોષિત ઠેરવ્યાં હતા. કોર્ટે શુક્રવારે સજા સંભળાવી હતી.સરકારી વકીલ એમકે સિંહના જણાવ્યા અનુસાર, કોર્ટે રાજા કલંદર અને તેના સાથીને IPCની કલમ 364 (હત્યા કરવાના ઇરાદાથી અપહરણ અથવા અપહરણ સંબંધિત), 396 (હત્યા સાથે લૂંટ), 201 (પુરાવા ગાયબ કરવા), 412 (લૂંટ દ્વારા મેળવેલી મિલકત અપ્રમાણિક રીતે પ્રાપ્ત કરવી) અને કલમ 404 (મૃત વ્યક્તિની મિલકતનો દુરુપયોગ) હેઠળ દોષિત ઠેરવ્યાં હતા.
કોણ છે રાજા કોલંદર ?
રાજા કોલંદરનું બાળપણનું નામ રામ નિરંજન કોલ હતું. તે તેના જઘન્ય ગુનાઓ અને કથિત નરભક્ષકતા માટે કુખ્યાત હતો. તે એક સમયે ઉત્તર પ્રદેશની એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં નોકરી કરતો હતો. તે પોતાને એક એવો રાજા માનતો હતો જે તેને ગમતો ન હોય તેને સજા કરી શકતો હતો. કોલંદરને પત્રકાર ધીરેન્દ્ર સિંહની હત્યા સહિત અનેક હત્યાઓનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. પોલીસે તેના ફાર્મહાઉસમાંથી માનવ ખોપરીઓ મળી આવી હતી, ડોક્ટરોએ તેને મનોરોગી ગણાવ્યો હતો, જોકે કોર્ટે કેસ ચલાવવા માટે માનસિક રીતે યોગ્ય જાહેર કર્યો હતો.
પહેલી વખત રાજા કોલંદર અને તેના સાળા વક્ષરાજને નવેમ્બર 2012માં પત્રકાર ધીરેન્દ્ર સિંહની ક્રૂર હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યાં હતા. પીડિતાને લાલચ આપીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શરીરને વિકૃત કરીને દફનાવી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી પણ આ લોકોએ અનેક હત્યાઓ કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/