+

આ તો નિમ્ન કક્ષાના નેતાજી નીકળ્યાં, એક્સપ્રેસ વે પર ખુલ્લામાં જ કરી રહ્યાં હતા સેક્સ, CCTV એ ભાંડો ફોડ્યો

મધ્ય પ્રદેશના મંદસૌર પાસે નીકળી રહેલા એક્સ પ્રેસ વે પરના દ્રશ્યો આવ્યાં સામે નવી દિલ્હીઃ દેશમાં વધુ એક નેતાની કરતૂત સામે આવી છે. એક નેતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર શારીરિક સંબંધ બનાવતા જોવા મળ્યા

મધ્ય પ્રદેશના મંદસૌર પાસે નીકળી રહેલા એક્સ પ્રેસ વે પરના દ્રશ્યો આવ્યાં સામે

નવી દિલ્હીઃ દેશમાં વધુ એક નેતાની કરતૂત સામે આવી છે. એક નેતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર શારીરિક સંબંધ બનાવતા જોવા મળ્યાં હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આરોપી મનોહરલાલ ધાકડ ભાજપના નેતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને તેમના પત્ની ભાજપ સમર્થિત જિલ્લા પંચાયતના સભ્ય છે. તેઓ તેમની સ્ત્રી મિત્ર સાથે રસ્તામાં જ સેક્સ કરી રહ્યાં હતા.

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક કાર રસ્તાની સાઈડમાં ઉભી હતી. તેની બાજુમાંથી એક વાહન પસાર થાય છે. એ પછી કારમાંથી એક પુરુષ અને સ્ત્રી નીચે ઉતરે છે અને રસ્તા પર જ શારીરિક સંબંધો બાંધવાનું શરૂ કરે છે. કારનો નંબર પણ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. જે નંબર MP14 CC 4782 છે. ટ્રાન્સપોર્ટ વિભાગના રેકોર્ડ મુજબ આ વાહન મનોહરલાલ ધાકડના નામે છે. આ બનાવ 13 મે 2025 ના રાત્રે 8.30 વાગ્યાનો છે.

મનોહરલાલ ધાકડ ઉજ્જૈનમાં ધાકડ મહાસભાના રાષ્ટ્રીય મંત્રી પણ છે. મહાસભાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ધાકડને પદ પરથી દૂર કરવામાં આવ્યાં છે. તેમની સામે પોલીસે ફરિયાદ દાખલ કર્યા પછી મુશ્કેલીઓ વધી ગઇ છે. બીજી તરફ ભાજપના વિરોધીઓ હવે આ મામલે ભાજપ અને નેતાજી સામે રોષે ભરાયા છે. જો કે ભાજપનું કહેવું છે કે આરોપી તેમની પાર્ટી સાથે જોડાયેલો નથી, પરંતુ કેટલાક ફોટોમાં તે ભાજપના ખેસ સાથે દેખાઇ રહ્યો છે.

 

facebook twitter