+

વિજાપુરના સુંદરપુરા ગામે દીવાલ ધરાશાયી થતાં 3 લોકોનાં મોત- Gujarat Post

છ લોકો દટાયા હતા, જેમાંથી બે લોકોનાં મોત થઇ ગયા એકની હાલત ગંભીર, બે ને સામાન્ય ઈજાઓ વિજાપુરઃ સુંદરપુરા ગામમાં મોટી દુર્ઘટના બની હતી. અહીં એક મકાનની દીવાલ પડતા 6 શ્રમિકો દટાયા હતા. જેમાંથી ત્રણ શ

છ લોકો દટાયા હતા, જેમાંથી બે લોકોનાં મોત થઇ ગયા

એકની હાલત ગંભીર, બે ને સામાન્ય ઈજાઓ

વિજાપુરઃ સુંદરપુરા ગામમાં મોટી દુર્ઘટના બની હતી. અહીં એક મકાનની દીવાલ પડતા 6 શ્રમિકો દટાયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા. જ્યારે ત્રણ  ઈજાગ્રસ્તોને વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે..

ગામમાં રહેતા અશ્વિન પટેલ નામના વ્યક્તિ જૂનું મકાન તોડીને નવું મકાન બનાવતા હતા. આ મકાનની કામગીરી ચાલતી હતી ત્યારે બાજુની જૂની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. ઘટનાના પગલે ગામ લોકો દોડી આવ્યાં હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ નીચે દટાયેલા કોન્ટ્રાક્ટર, શ્રમિકો સહિત છ લોકોમાંથી ત્રણ લોકોનાં મોત થયા હતા. 

એકને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે બે ને સામાન્ય ઈજા થઈ હતી. બનાવના પગલે ગામમાં અને મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter