+

સુરત બેંક લૂંટમાં ખુલાસો, એમેઝોનની ફ્રેન્ચાઇઝી લેવા ચલાવી હતી આ લૂંટ

સુરતઃ ત્રણ દિવસ પહેલા સુરતમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં ધોળા દિવસે બે મહિલા કર્મચારીઓ અને એક ગ્રાહકને બંધક બનાવીને લૂંટનો મામલો ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે જે મૂળ બિ

સુરતઃ ત્રણ દિવસ પહેલા સુરતમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં ધોળા દિવસે બે મહિલા કર્મચારીઓ અને એક ગ્રાહકને બંધક બનાવીને લૂંટનો મામલો ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે જે મૂળ બિહારનો છે. ધરપકડ કરાયેલા આરોપીઓ લૂંટ કરવા માટે એક મહિના પહેલા બિહારથી પિસ્તોલ લાવ્યાં હતા. લૂંટ કરતા પહેલા તેણે બેંકની રેકી કરી હતી અને ત્યારબાદ 20 મેના રોજ તેણે લૂંટને અંજામ આપ્યો હતો.

એમેઝોન પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝ મેળવવા માટે તેને 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હોવાનું જરૂર હતી. જેથી આ પૈસાની વ્યવસ્થા કરવા માટે તેણે બેંક લૂંટવાની યોજના બનાવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરીને આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.

20 મેના રોજ સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સ્વસ્તિક પ્લાઝામાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકના બે મહિલા કર્મચારીઓ અને એક ગ્રાહકને એક અજાણ્યા વ્યક્તિએ બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા. આ પછી તેણે બેંકમાંથી 3.75 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા. બેંક લૂંટવા આવેલો લૂંટારુ બેંકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

ગુનેગાર પિસ્તોલ લઈને બેંક લૂંટવા કેવી રીતે આવ્યો છે અને પછી તે અહીંના લોકોને કેવી રીતે ધમકાવી રહ્યો છે તે પણ જોઈ શકાય છે. તે બદમાશ ખૂબ જ સરળતાથી બેંકમાં ઘૂસી ગયો, તેને લૂંટીને ભાગી ગયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટના આરોપી નઝીર ઉર્ફે બબલુ મોહમ્મદ સનુલ્લાહ શેખની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચના સબ ઈન્સ્પેક્ટરને માહિતી મળી હતી કે નઝીર ઉર્ફે બબલુ મોહમ્મદ સલાઉલ્લાહ શેખ આ લૂંટમાં સામેલ છે, જે તેમની ટીમે પકડી લીધો છે. તેની પાસેથી એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. તેની પાસેથી લૂંટની રકમ પણ રિકવર કરાઇ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter