તમે સાવધાન રહેજો....સુરતમાં પતંગની દોરીએ યુવતીનો ભોગ લીધો, જ્વેલર્સમાં કરતી હતી નોકરી- Gujarat Post

08:24 PM Jan 12, 2024 | gujaratpost

સુરતઃ ઉત્તરાયણ પહેલા પતંગની દોરીએ જ્વેલર્સમાં નોકરી કરતી અમરેલી જિલ્લાની યુવતીનો ભોગ લીધો હતો. દીકરીને લગ્ન કરી સાસરે વળાવવાની ઉંમરે આકસ્મિક મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન બની ગયો હતો. નાના વરાછા ખાતે મોપેડ લઇને બ્રિજ પરથી જઈ રહેલી યુવતીના ગળામાં પતંગની દોરી ફસાતા ગળું કપાઈ જતા તેનું  મોત થયું હતુ.

મોટા વરાછા વિસ્તારમાં ગોકુલ ધામ ખાતે  અમૃત રેસિડેન્સીમાં રહેતી 22 વર્ષની દિક્ષીતા ઘનશ્યામભાઇ ઠુમ્મર નોકરીએથી ઘરે જવા નીકળી હતી. તે સમયે નાના વરાછા ફલાય ઓવર બ્રિજ ઉતરતા અચાનક પતંગની દોરી તેના ગળામાં ફસાઇ હતી. જેથી તેનું ગળું કપાઈ જતા લોહીલુહાણ થઇ ગઇ હતી. તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે 108 એમ્બ્યુલેન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.

દિક્ષીતા મૂળ અમરેલીનાં સાંવરકુંડલાની વતની હતી.તેને એક ભાઇ અને એક બેન છે. તે પરિવારને મદદરૂપ થવા જવેલર્સની દુકાનમાં નોકરી કરતી હતી. તેના મોતના સમાચાર સાંભળી  પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post