+

શુભાંશુ શુકલા અવકાશમાંથી પૃથ્વી પર પરત ફર્યા, પ્રધાનમંત્રી મોદીએ આપ્યા અભિનંદન

નવી દિલ્હીઃ 15 જુલાઈ, 2025 ના રોજ બપોરે 3.00 વાગ્યે, એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની 18 દિવસની મુલાકાત પછી પૃથ્વી પર પાછા ફર

નવી દિલ્હીઃ 15 જુલાઈ, 2025 ના રોજ બપોરે 3.00 વાગ્યે, એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની 18 દિવસની મુલાકાત પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. આ તેમની પહેલી અવકાશ યાત્રા હતી, જે એક્સિઓમ મિશન 4 (એક્સ-4) નો ભાગ હતો. શુભાંશુ સ્પેસએક્સના ગ્રેસ અવકાશયાનમાંથી પાછા ફર્યા અને કેલિફોર્નિયા કિનારા નજીક પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતર્યા હતા. ભારતના અવકાશ કાર્યક્રમ માટે આ એક ગર્વની ક્ષણ છે. 

શુભાંશુ શુક્લાએ સોમવારે બપોરે (ભારતીય સમય) અવકાશ મથક પરથી અનડોક કર્યું અને ડ્રેગન અવકાશયાનમાં 22 કલાકની મુસાફરી પૂર્ણ કરીને પૃથ્વી પર પાછા ફર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભાંશુ શુક્લાના સ્પેસ સ્ટેશનથી પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી છે અને તેમનું સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પીએમએ લખ્યું, સમગ્ર દેશની સાથે, હું ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું સ્વાગત કરું છું, જે પોતાના ઐતિહાસિક અવકાશ મિશનથી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે શુભાંશુએ પોતાના સમર્પણ, હિંમત અને અગ્રણી ભાવનાથી લાખો સ્વપ્ન જોનારાઓને પ્રેરણા આપી છે. આ આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન - ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.

જ્યારે બી ડ્રેગન 27,000 કિમી/કલાકથી વધુ ઝડપે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થયું, ત્યારે શુભાંશુ શુક્લા અને તેમના ક્રૂ - કમાન્ડર પેગી વ્હિટસન (યુએસએ), સ્લેવોજ ઉઝનાન્સ્કી (પોલેન્ડ) અને ટિબોર કાપુ (હંગેરી) - ને ભારે ગરમી અને ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરવો પડ્યો હતો, જે પછી  પેરાશૂટના સફળ ઉપયોગ પછી તેઓ સમુદ્રમાં સરળતાથી ઉતરાણ કરવામાં સક્ષમ રહ્યા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter