મુંબઇઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક મોટા ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં 4 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં, ED એ 3.3 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ, લક્ઝરી ઘડિયાળો, ઘરેણાં, વિદેશી ચલણ અને લક્ઝરી વાહનો જપ્ત કર્યા છે. દરોડા દરમિયાન EDને રોકડ ગણતરી મશીનો પણ મળી આવ્યા છે.
શું છે આખો મામલો?
ED એ આ કેસમાં BNS ની કલમ 319(2) અને 318(4) હેઠળ ઇન્દોરના લાસુડિયા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 0041/2025 ના આધારે તપાસ શરૂ કરી હતી.
તપાસ હેઠળ VMoney, VM Trading, Standard Trades Ltd, iBull Capital, LotusBook, 11Starss, Gamebet League જેવી એપ્સ મળી આવી. ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ વ્હાઇટ-લેબલ એપ્લિકેશન્સ દ્વારા સંચાલિત થાય છે અને નફાની વહેંચણીના આધારે એડમિન અધિકારોનું વિનિમય કરે છે. હવાલા ઓપરેટરો અને ફંડ હેન્ડલર્સ ઓળખી કાઢવામાં આવ્યા છે, અને તેમના ડિજિટલ અને નાણાંકીય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.
ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક્સની તપાસના ભાગ રૂપે ED દ્વારા મુંબઈમાં ચાર પરિસરમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન આ જપ્તીઓ કરવામાં આવી હતી.
3.3 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ, મોટી કિંમતની લક્ઝરી ઘડિયાળો અને ઝવેરાત, વિદેશી ચલણ, લક્ઝરી વાહનો જપ્ત કરમાં આવ્યા છે.
તપાસમાં અત્યાર સુધી શું બહાર આવ્યું છે?
ED ની તપાસમાં જાણવા મળ્યું છે કે VMoney અને 11Starss ના લાભાર્થી માલિક વિશાલ અગ્નિહોત્રીએ 5% નફાની વહેંચણી વ્યવસ્થા પર લોટસબુક સટ્ટાબાજી પ્લેટફોર્મના એડમિન અધિકારો મેળવ્યા હતા. બાદમાં તેમણે આ અધિકારો ધવલ દેવરાજ જૈનને ટ્રાન્સફર કર્યા હતા. જેના કારણે તેને 0.125% નફો થયો, જ્યારે જૈનને 4.875% નફો થયો. ધવલ જૈને તેના સહયોગી જોન સ્ટેટ્સ ઉર્ફે પાંડે સાથે મળીને એક વ્હાઇટ-લેબલ સટ્ટાબાજી પ્લેટફોર્મ વિકસાવ્યું અને તેને 11Starss.in ચલાવવા માટે વિશાલ અગ્નિહોત્રીને પૂરું પાડ્યું. મયુર હવાલા ઓપરેટર, રોકડ આધારિત નાણાં ટ્રાન્સફર અને સટ્ટાબાજીના કામકાજ માટે ચૂકવણીનું સંચાલન કરતો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/