+

ગુજરાત ATS નું મોટું ઓપરેશન, અમદાવાદના દાણીલીમડાથી યુપી તપાસ, કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

બંને આરોપીઓએ ધો.10 અને 12 સુધીનો અભ્યાસ કર્યો છે ગુજરાત ATSએ આ કેસમાં કુલ 5 આરોપીની ધરપકડ કરી  અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ એક મોટી સફળતા મેળવી છે.

  • બંને આરોપીઓએ ધો.10 અને 12 સુધીનો અભ્યાસ કર્યો છે
  • ગુજરાત ATSએ આ કેસમાં કુલ 5 આરોપીની ધરપકડ કરી 

અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ એક મોટી સફળતા મેળવી છે.મદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી પકડાયેલા 4.6 ગ્રામ ડ્રગ્સની કડી જોડતા ATS ની ટીમ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી હતી અને ત્યાં ચાલતી ડ્રગ્સ બનાવવાની એક આખી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.

ગુજરાત ATSના ડીવાયએસપી એસ.એલ.ચૌધરીએ બાતમીને આધારે દાણીલીમડામાંથી સફ્તઅહેમદ ફારૂક નામના શખ્સને 4.6 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપ્યો હતો. પૂછપરછ દરમિયાન સોહિલ ઉર્ફે ભૂરા મિર્ઝા અને ફરહાન ઉર્ફે ભૂરા પઠાણના નામ ખુલ્યાં હતા, જેમને પોલીસે ઝડપી લીધા હતા.

આ બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમને UPના પંકજ અને કપિલ નામના શખ્સોએ 300 ગ્રામ ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. ATSના એસપી કે.સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમે સતત 12 દિવસ સુધી ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાં તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ હિલચાલના આધારે અંતરિયાળ વિસ્તારમાં આવેલા મરઘા ફાર્મ પર દરોડા પાડતા ત્યાં પતરાના શેડમાં ચાલતી એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી મળી હતી.

જ્યાંથી 6 કિલો તૈયાર મેફેડ્રોન, 50 કિલો લિક્વિડ, 88 કિલો અન્ય જથ્થો અને 200 કિલો ડ્રગ્સ બનાવવાનું રો-મટીરીયલ અને કેમિકલ મળી આવ્યું હતું. ATSએ ઉત્તર પ્રદેશથી કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામની ધરપકડ કરી છે. હાલમાં આ કેસમાં વધુ આરોપીઓની શોધખોળ થઇ રહી છે.

facebook twitter