દિકરીને પાછી લેવા ચૌધરી સમાજ રબારી સમાજ પાસે પહોંચ્યો
બનાસકાંઠાના ઉન ગામમાં ઘર્ષણ, ચૌધરી સમાજના સંમેલન બાદ સ્થિતી વણસી
ચૌધરી સમાજ તેમની દીકરી કંકુને પરત લેવા પહોંચ્યો
ભાભરમાં ચૌધરી સમાજના મહાસંમેલન બાદ રુણી ગામે તંગદિલી, 25 ગાડીઓમાં તોડફોડ
બનાસકાંઠાઃ ભાભર તાલુકાના રુણી ગામે યોજાયેલા ચૌધરી સમાજના મહાસંમેલન બાદ વાતાવરણ તંગ બન્યું હતુ, ચૌધરી સમાજની દીકરીને પરત લાવવાના મુદ્દે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ટોળું ઉન ગામ પહોંચતાં જ તોડફોડ થઇ હતી, અંદાજે 25 ગાડીઓમાં તોડફોડ કરાઇ છે અને રસ્તો પણ બ્લોક કરી દેવાયો હતો.
પોલીસે 35 જેટલા લોકોની અટકાયત કરી, સ્થિતી કાબૂમાં
કંકુ નામની ચૌધરી સમાજની દિકરીએ 2024 માં રબારી સમાજમાં પ્રેમ લગ્ન કર્યા હતા, આ મામલે હવે હોબાળો થયો છે અને ચૌધરી સમાજ રબારી સમાજ પાસે પોતાની દીકરી પાછી લેવા પહોંચ્યો હતો.
ત્યાં બંને સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું છે, પોલીસનો મોટો કાફલો અહીં ઉતારી દેવાયો છે અને સ્થિતી કાબૂમાં છે, જો કે આ બંને સમાજ વચ્ચે મોટા ઘર્ષણના એઁધાણ છે, નોંધનિય છે કે સિંગલ કિંજલ રબારીને ચૌધરી સમાજમાંથી પરત લાવ્યાં બાદ હવે બંને સમાજમાં પ્રેમ લગ્નને લઇને વિવાદ શરૂ થયો છે.