+

પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી

કપડવંજઃ પુત્રના મોહમાં ક્રૂર પિતાએ હદ વટાવી નાખી છે. સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બે પુત્રીના જન્મથી જ અણગમો ધરાવતા પિતાએ માસૂમ દીકરીનો ભોગ લીધો છે. પોલી

કપડવંજઃ પુત્રના મોહમાં ક્રૂર પિતાએ હદ વટાવી નાખી છે. સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બે પુત્રીના જન્મથી જ અણગમો ધરાવતા પિતાએ માસૂમ દીકરીનો ભોગ લીધો છે. પોલીસને આ વાતની જાણ થતા આરોપી વિજયની ધરપકડ કરી હતી.

કપડવંજ તાલુકાના ચેલાવત ગામમાં અંજનાબેન સોલંકીના લગ્ન 11 વર્ષ પહેલા વિજય સોલંકી સાથે થયા હતા. તેમની સાત વર્ષની પુત્રી ભૂમિકા અને એક ત્રણ વર્ષની પુત્રી એમ બે પુત્રીઓના જન્મથી પતિનું મન ખટકતું હતું. તેને પુત્રની લાલસા હતી. જેથી તે અવારનવાર પત્ની અંજલી સાથે ઝઘડા કરતો હતો. જેથી રિસાઇને તેની પત્ની પિયર જતી રહેતી અને મામલો થાળે પાડીને વિજય પાછી લઇ જતો હતો. 

10 જુલાઇ રોજ દિપેશ્વરી માતાના મંદિરેથી પરત ફરતા વિજય તેની પત્નીને કહ્યું કે મારે દીકરો જોઇતો હતો અને તું દીકરી કેમ લાવી. આમ ગુસ્સામાં તેને 7 વર્ષની જીવતી દીકરી ભૂમિકાને કેનાલ પરના વઘાવત પુલ પરથી પાણીમાં ફેંકી દીધી હતી. બાદમાં તેને પત્નીને ધમકી આપતા કહ્યું કે કોઇને આ વાત વિશે જણાવીશ તો તને છુટાછેડા આપી દઇશ.

આ ઘટનાના બીજા દિવસે ભૂમિકાની લાશ મળી આવતા આંતરસૂબા પોલીસે તપાસ હાથ ધરી હતી. વિજયે અંજનાને કહ્યું હતું કે તે ભૂમિકાને કેનાલ પર માછલીઓ જોવા લઇ જતી વખતે પગ લપસી પડતા તે પાણીમાં ડૂબી ગઇ હતી. પતિના દબાવથી પત્ની પોલીસને આ નિવેદન આપ્યું હતું. બાદમાં અંજનાએ આ વાત તેના ભાઇઓને જણાવી હતી. ભાઇઓએ હિંમત આપતા અંજનાએ બધી હકીકત આંતરસૂબા પોલીસને જણાવી હતી. સમગ્ર વાતનો ખુલાસો થતા પોલીસે વિજયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter